વીજળીનો કડાકો થતો હોય એમ અંદરથી તેજ લિસોટો બહાર નીકળ્યો અને સીધો શ્રૃંગમણિ હિલ તરફ આગળ વધ્યો.
આ તેજ લિસોટાને ઝીલવા માટે પ્લાસમા ચેનલ તૈયાર હતી, પરંતુ તેજ લિસોટો ચેનલ પર ટકરાવાને બદલે બાજુમાં આવેલા ઝાડ પર ટકરાયો અને ક્ષણાર્ધમાં ઝાડ રાખ થઈ ગયું
લેખક – વિપુલ વૈદ્ય
તિરૂવનંતપુરમમાં આવેલી રોસ હિલ પર અત્યારે વાતાવરણ એકદમ ભાગદોડનું હતું. અનુપમ વૈદ્ય અત્યારે અત્યંત વ્યસ્ત હતા અને તેની સાથે મનોજ રાય પણ ભારે ભાગદોડ કરી રહ્યા હતા.
જનરેટરને શરૂ કરવામાં આવ્યું હતું. એક તરફ જનરેટરનો અવાજ અને બીજી તરફ દક્ષિણથી આવી રહેલા પવનના સૂસવાટાને કારણે કશું સંભળાતું નહોતું.
અનુપમ વૈદ્યે ઈન્સ્યુલેટિંગ ઓઈલથી ભરેલા બે હાઈ વોલ્ટેજ ક્ધટેનર તૈયાર કર્યા હતા.
આ ક્ધટેનરમાં સિમ્યુલેટરમાંથી નીકળતા ચાર્જને શાંત કરવાની વ્યવસ્થા થઈ ગઈ હતી અને હવે જનરેટરમાંથી રિટર્ન સ્ટ્રોક આવવાની વ્યવસ્થા કરવાની હતી.
સિમ્યુલેટરમાં પહેલો સ્ટ્રોક ૨,૦૦,૦૦૦ એમ્પીયરનો અને બીજો સ્ટ્રોક ૧,૦૦,૦૦૦ એમ્પીયરનો બીજો સ્ટ્રોક કરવાનો હતો અને તેને માટે જનરેટરની તૈયારીઓ ચકાસી લીધી.
સીધા લાઈટનિંગ પરીક્ષણમાં સિમ્યુલેટર વીજળીના પ્રવાહને પસાર કરવા માટે કોઈ વસ્તુ અથવા ચાપની સાથે જોડવું કે પછી પરોક્ષ રીતે વ્યવસ્થા કરીને વિદ્યુત પ્રવાહને નજીક રાખીને ઓબ્જેક્ટ પર પ્રહાર કરે
તેની જહેમત કરવી તે અત્યારે અનુપમને સમજાતું નહોતું અને તેથી તેણે બંને રીતે પ્રયોગ કરવાનો નિર્ણય લીધો.
પહેલાં તેણે જનરેટરમાં વીજળીના ઉત્પાદનને ૨,૦૦,૦૦૦ એમ્પિયર સુધી વધારવાનું ચાલુ કર્યું.
‘મનોજ, અત્યારે આપણે અત્યંત મહત્ત્વનો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ,’
‘આખી દુનિયા આ પ્રયોગની રાહ જોઈ રહ્યું છે.’
‘આપણી સામે પેલા પર્વત પર લેસર ઈન્ડ્યુસ્ડ પ્લાસમા ચેનલ છે.’
‘આ જનરેટરમાંથી ક્ધટેનરમાં વીજળીનો પ્રવાહ પ્રવાહિત કરવાનો છે.’
‘અંદર જે ઈન્સ્યુલેટિંગ પ્રવાહી છે તેમાંથી પસાર થતાં આ વીજપ્રવાહને સામેથી અડધી ક્ષમતાના વીજપ્રવાહનો ફટકો આપવાનો છે.’
‘અંદર ચુંબકીય ક્ષેત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને તે આપણા સામસામેથી આવી રહેલા પ્રવાહને આકાશમાં તૈયાર થતી વીજળીનું સ્વરૂપ આપશે.’
‘હવે તેને દિશા આપવા માટે અંદર ચાપનો ઉપયોગ કરવો કે ફક્ત ચુંબકીય ક્ષેત્રને આધારે વીજળીને દિશા આપવી તે નક્કી કરવાનું છે.’
‘આશા રાખીએ કે સામેના પર્વત પરની પ્લાસમા ચેનલ આપણા બીમને પકડે.’
‘હું પ્રયોગ ચાલુ કરવા જઈ રહ્યો છું, તું મારી પાસે જ રહેજે, અનુપમ વૈદ્યે મનોજ રાયને આખી પ્રક્રિયા સમજાવી.
‘સર, ક્યારનો તમારી સાથે રહીને તૈયારીઓ જોઈ રહ્યો છું. મારે માનવું પડશે કે રંજન સર ખોટા નહોતા,’ મનોજ રાય બોલ્યો.
‘રેડી? હવે જનરેટર ૨,૦૦,૦૦૦ એમ્પીયર પર પહોંચી રહ્યું છે, પહેલો પ્રવાહ મોકલવા તૈયાર,’ અનુપમ વૈદ્યે કહ્યું.
‘ચાલો હવે બીજો પ્રવાહ ચાલુ કરો,’ અનુપમે કહ્યું.
‘એક, બે, ત્રણ…’
‘ચાલો હવે બધા તૈયાર…’
હજી તો અનુપમ આગળ
બોલે એની પહેલાં જ ક્ધટેનરમાં રાખવામાં આવેલું પ્રવાહી ઉકળવા માંડ્યું હતું.
બધા ઉકળી રહેલા પ્રવાહીને ડર અને આશંકાથી જોઈ રહ્યા હતા ત્યાં વીજળીનો કડાકો થતો હોય એમ અંદરથી તેજ લિસોટો બહાર નીકળ્યો અને સીધો શ્રૃંગમણિ હિલ તરફ આગળ વધ્યો.
આ તેજ લિસોટાને ઝીલવા
માટે પ્લાસમા ચેનલ તૈયાર હતી, પરંતુ તેજ લિસોટો ચેનલ પર ટકરાવાને બદલે બાજુમાં આવેલા ઝાડ પર ટકરાયો અને ક્ષણાર્ધમાં ઝાડ રાખ થઈ ગયું.
અનુપમે જોરથી બૂમ પાડીને વીજ પ્રવાહ બંધ કરાવ્યો.
રોસ હિલ પર ઉભેલી ૨૫ લોકોની ટીમ આ દૃશ્યને જોઈને ગભરાઈ, તેમને ભયનું લખલખું ફરી વળ્યું. આ બીમ લીલાછમ વડના ઝાડને એક સેકેન્ડમાં રાખ કરી નાખે તો ભૂલે ચૂકે આપણા પર પડે તો આપણું શું થાય એવો ડર તેમને ઘેરી વળ્યો.
હવે તેમને અનુપમે આપેલી દૂર રહેવાની ચેતવણી યાદ આવી અને આ દીર્ઘદૃષ્ટા વિજ્ઞાની માટે અહોભાવ જાગ્યો.
અનુપમે બધું જોયું અને પછી પાછો ગણતરી કરવા બેઠો.
‘મનોજ, આપણા નકશા લાવ તો,’ અનુપમે કહ્યું.
‘નકશા પ્રમાણે આપણું નિશાન બરાબર હતું તો પછી નિશાન ચૂક્યું કેવી રીતે?’ અનુપમને પ્રશ્ર્ન થયો.
અત્યારે આ ક્ષણે તેને અનુપ રોય સરની સલાહની આવશ્યકતા જણાઈ.
તે ભાગીને ક્ધટ્રોલ રૂમમાં ગયો અને સેન્ટ્રલ વિસ્ટામાં ફોન લગાવ્યો.
‘અનુપ રોય સર, તમને દેખાડેલા નકશા પ્રમાણે બરાબર બધું પ્લાન કરવામાં આવ્યું હોવા છતાં નિશાન ચૂક્યું. તેના ચક્કરમાં એક ઝાડ રાખ થઈ ગયું,’ અનુપમે સરને રિપોર્ટ આપ્યો.
અનુપમ, તારું નિશાન કેટલા ફૂટથી ચૂક્યું? અનુપ રોય સરે સવાલ કર્યો.
‘સર, લગભગ એક મીટર,’ અનુપમે જવાબ આપ્યો.
‘અચ્છા, હવાની ગતિ કેટલા કિ.મી. પ્રતિકલાક છે?’ અનુપ રોયે સવાલ કર્યો.
‘અત્યારે સવારનો સમય છે એટલે લગભગ ૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ છે,’ અનુપમે કહ્યું.
‘અનુપમ, તને ખબર પડવી જોઈએ કે તારી ગણતરી ૪૦ કિ.મી. પ્રતિ કલાકના પવનના આધારે કરવામાં આવેલી છે અને અત્યારે પવનની ગતિ લગભગ બમણી છે. આને ધ્યાનમાં રાખીને તારે વિચલન અથવા વળાંકનો અંદાજ લગાવવો જોઈતો હતો.’
‘કશો વાંધો નહીં હવે હવાની ગતિને ધ્યાનમાં રાખીને વીજ પ્રવાહ ચાલુ કરજે,’ અનુપ રોયે સલાહ આપી. (ક્રમશ:)
———
હવે શું?
લલ્લન, અત્યારે આ ઓરડામાં ફક્ત તું છે અને હું છું. તારે મને જે કહેવું હોય તે કહી શકે છે, પછી આ મોકો આપીશ નહીં,’ ગૃહ પ્રધાન અમિતાભ શેઠે પોતાની સામે બેઠેલા સમાજ પક્ષના નેતા લલ્લન પ્રસાદને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મારી દુખતી રગ અત્યારે તમારા હાથમાં છે, પરંતુ એમ સમજશો નહીં કે હું હારી જઈશ