Homeમિશન મૂનમિશન મૂન

મિશન મૂન

લેખક – વિપુલ વૈદ્ય

પ્રકરણ ૧૪
આ કેન્દ્રમાં તમારી પોસ્ટ ઊંચી છે કે વિક્રમ નાણાવટીનું પદ મહત્ત્વનું છે. શું તમારા કરતાં વધારે જ્ઞાન છે એ વિક્રમમાં. દિલ્હીમાં કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ માટે ચર્ચા ચાલી રહી હતી. આ પ્રોજેક્ટ માટે કોઈ વિજ્ઞાનીની આવશ્યકતા હતી તો તમારા નામની વાત થવી જોઈતી હતી.

રંજન કુમાર તેમને સાઉથ-એન્ડમાં જ ફાળવવામાં આવેલી નવી કેબિનમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે પાછળ આવી રહેલા તેમના બંને અંડર-સેક્રેટરી શ્રૃતિ મહેતા અને અમોલ પાઠક તેમને સવાલ કરી રહ્યા હતા. બીજી તરફ રંજન કુમાર પોતાના જ વિચારોમાં વ્યસ્ત હતા.
કેબિનમાં પોતાની જગ્યા ગ્રહણ કર્યા બાદ તેમણે અમોલ પાઠકને કહ્યું કે ‘ચંદ્ર યાન પ્રોજેક્ટની આખી ફાઈલ લાવ મારે તેમાં કશું જોવું છે. શ્રુતિ, એક કામ કર તું જઈને જયંત સિન્હા પાસેથી ચંદ્રયાન-૩માં વાપરવામાં આવેલા રોકેટના ઈંધણના વપરાશનો અહેવાલ માગી લાવ.’
બંને આસિસ્ટન્ટ બોસના આવા વર્તનથી ટેવાયેલા હતા એટલે સમય આવશે ત્યારે બોસ બધી વાત કરશે એવું સમજીને તેઓ રંજન કુમારે સોંપેલા કામે વળગ્યા.
***
ઓરિસાના એક નાના ગામ રઘુરાજનગરમાં એક નાના ઘરની બહાર આવીને સરકારી ગાડી ઊભી રહી કે તરત જ સરપંચ સહિત આખું ગામ ભેગું થઈ ગયું.
આવા નાના ગામમાં સરકારી ગાડી આવવી એક મોટું જોણું હતું. આ ગામના નસીબમાં નિરક્ષરતા અને ગરીબી હતી અને તેનો ફાયદો દલાલો ઉઠાવતા હતા. નજીવી કિંમતે સાડીઓ પર રંગારીનું કામ કરાવી લેતાં હતા અને તેને મોટાં શહેરોમાં હજારોની કિંમતોમાં વેચી મારતા હતા. આવા દલાલોએ સરપંચ બજરંગીને સાધી રાખ્યો હતો અને તેથી જ ગામમાં કોઈપણ સરકારી ગાડી આવે કે તરત તેઓ આગળ વધીને જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા કે તેમનું કૌભાંડ તો પકડાયું નથી.
તેમણે આગળ વધીને ગાડીમાંથી ઉતરેલા સાહેબને પોતાનો પરિચય આપ્યો અને આવવા માટેનું કારણ પુછ્યું.
આવનારા વ્યક્તિને પોતાના કામમાં આવેલી આવી દખલ ગમી તો નહોતી, પરંતુ સામેની વ્યક્તિ સરપંચ છે એમ જાણીને ગમ ખાઈ લીધો અને સવાલ કર્યો કે, ‘અનુપમ વૈદ્ય અહીં જ રહે છે ને.’
અનુપમ વૈદ્યને સરકારી ગાડીમાં બેસીને કોઈ શોધવા આવ્યું છે તે જાણીને પહેલાં તો અડધા ગામને નવાઈ લાગી, પરંતુ આપણે શું એમ વિચારીને બધા ચાલવા લાગ્યા.
બજરંગીએ કરવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કહ્યું કે, ‘અનુપમનું ઘર તો આ જ છે, પરંતુ તે અત્યારે ઘરમાં મળશે નહીં. તેની પત્ની તેને છોડીને જતી રહી છે એટલે આખો દિવસ ભટક્યા કરતો હોય છે ફક્ત રાતે સૂવા માટે જ પાછો આવે છે.’
અનપેક્ષિત જવાબ મળતાં ધૂંધવાયેલા સરકારી માણસે બજરંગી પર કડકાઈ દેખાડી.
‘શું વાત કરો છો મળશે નહીં એટલે શું. તમારે મારી સાથે આવવું પડશે. ચાલો ક્યાં તો મને અનુપમ પાસે લઈ જાઓ નહી ં તો મારી સાથે અનુપમ બનીને દિલ્હી ચાલો.’
હવે બજરંગી ગભરાયો અને બોલી પડ્યો કે, ‘ચાલો નદીના કિનારે ટીલા પર બેસીને વાંસળી વગાડતો હશે.’
કાર થોડે દૂર ગઈ હશે ત્યાં ચારેકોર લીલોતરી જોવા મળી અને વાંસળીના ધીરા-ધીરા સૂર સાંભળવા મળ્યા અને ધીરે-ધીરે અવાજ મોટો થતો ગયો. પાંચ મિનિટે રસ્તો પૂરો થઈ ગયો અને જોયું તો સામે નદીનો વિશાળ પટ હતો. નિરવ વનની વચ્ચે ખળખળ વહેતી નદી જોઈને કમલ કિશોર ગુપ્તા અને તેમના સાથીઓ મુગ્ધ થઈ ગયા હતા. તેમાંય વાંસળીના સૂરો અલગ જ જાદુ વિખેરી રહ્યા હતા. વાંસળીના સૂરોને આધારે આપોઆપ તેમના પગ ડાબી તરફ વળી ગયા અને જોતજોતામાં તેઓ એક મોટા ટીલા પાસે પહોંચી ગયા. તેના પર બેસીને વાંસળી વગાડી રહેલી ચાલીસીની એક વ્યક્તિને કમલ કિશોરે અવાજ આપ્યો, ‘અનુપમ વૈદ્ય આપ જ છો.’
‘હા બોલો શું કામ છે,’ સામેની વ્યક્તિએ અવાજ આપ્યો ત્યારે કમલ કિશોર તેમને જોઈ રહ્યા હતા.
એકવડિયો બાંધો, ઊંડી આંખો, આંખોમાં લાલ-ગુલાબી ઝાંય, પોણા છ ફૂટની ઊંચાઈ. સાવ સાદો કુરતો અને ધોતી પહેરીને બેસેલી આ વ્યક્તિ પર મહિલાઓ ફિદા થઈ શકે એ વાત તેને ગળે ઊતરી રહી નહોતી, પરંતુ તેમનું સસ્પેન્શન તો પોતાના જ સહકારી કર્મચારીઓની પત્નીઓ અને સ્ટાફમાં રહેલી મહિલા કર્મચારીઓ સાથે સંબંધો બનાવીને કોલોનીનું વાતાવરણ દૂષિત કરવાના આરોપ હેઠળ જ કરવામાં આવ્યું હતું.
સામેની વ્યક્તિ પોતાને જોઈ રહી છે તે ધ્યાનમાં આવતાં કમલ કિશોરે કહ્યું કે, ‘તમને તત્કાળ દિલ્હી લઈ જવાના આદેશ મળ્યા છે.‘
‘તમારે કોઈ કપડાં કે બીજી વસ્તુઓ લેવાની હોય તો લઈ લેજો. થોડા દિવસ દિલ્હીમાં રહેવાનું થશે. તમારા રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે,’ આગંતુકે કહ્યું.
આ વાત સાંભળીને પહેલી વખત અનુપમે પોતાની સામે ઊભેલી વ્યક્તિનું નિરીક્ષણ કર્યું. પૂરા છ ફૂટ લાંબો, સફારીમાં સજ્જ માણસ તીક્ષ્ણ નાક, તલવારકટ મુછો અને બિલાડી જેવી આંખો. કપડાં અધિકારીને લાયક પહેર્યાં હતાં, પરંતુ શારીરિક બાંધો કોઈ લશ્કરી જવાન જેવો લાગી રહ્યો હતો.
બીજી તરફ બજરંગીની હાલત કફોડી થઈ રહી હતી, જે વ્યક્તિની તે બદબોઈ કરી રહ્યો હતો અને જેમની સામે કરી રહ્યો હતો તેઓેને તો કોઈ મહત્ત્વના કામે દિલ્હી લઈ જવા આવ્યા હતા અને રહેવા ખાવાની વ્યવસ્થા પણ સરકાર તરફથી હતી એટલે ચોક્કસ કોઈ મહત્ત્વનું કામ હોવું જોઈએ. હવે તો આ લફરેબાજની પાછળ આખા ગામની મહિલાઓ ગાંડી થશે એવો ડર પણ તેને સતાવી રહ્યો હતો.
‘અરે વાહ, શું વાત છે, પહેલાં જ્યારે હું દિલ્હીમાં મુલાકાત માગતો હતો તો મને સમય મળતો નહોતો અને હવે સામેથી બોલાવવામાં આવી રહ્યો છે. આ મહેરબાની કેમ કરવામાં આવી રહી છે મને ખબર પડી શકે,’ અનુપમે પોતાના મનમાં રહેલી વાત કરી.
‘ના, અમે કશું જાણતા નથી, કોઈ મહત્ત્વના કામ માટે તમને દિલ્હી લઈ જવાનો આદેશ છે. સીધા સેન્ટ્રલ વિસ્ટામાં જવાનું છે,’ આગંતુકે કહ્યું.
‘જેવી જગન્નાથની મરજી, ચાલો હું તૈયાર જ છું. રસ્તામાંથી કપડાં ખરીદી લઈશ, એટલા પૈસા તો છે મારી પાસે. ઘરે જઈને સમય બગાડવાની આવશ્યકતા નથી. ક્યાં જવાનું છે,’ અનુપમે સરકારી આદેશના પાલન માટેની તૈયારી દાખવી.
‘તમને પૂરી લઈ જવાના છે અને ત્યાંથી તમારા માટે હેલિકૉપ્ટર તૈયાર હશે. આ હેલિકોપ્ટર સીધું તમને સેન્ટ્રલ વિસ્ટામાં ઉતારશે. ત્યાં તમારા માટે અન્ય અધિકારીઓ હાજર હશે. મારો સાથ ફક્ત પૂરી સુધી છે,’ આગંતુકે વિગતો આપી.
***
રાકેશ વાધવાન પોતાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મનોજ રાયચૂરાને મળવા માટે પહોંચી ગયો.
‘સર, કેમ છો.’
‘અરે રાકેશ, અહીં કેમ કરતાં આવવાનું થયું.’
‘એમ જ સર, મારે જાણવું છે કે આ કેન્દ્રમાં તમારી પોસ્ટ ઊંચી છે કે વિક્રમ નાણાવટીનું પદ મહત્ત્વનું છે. શું તમારા કરતાં વધારે જ્ઞાન છે એ વિક્રમમાં.’
‘દિલ્હીમાં કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ માટે ચર્ચા ચાલી રહી હતી. આ પ્રોજેક્ટ માટે કોઈ વિજ્ઞાનીની આવશ્યકતા હતી તો તમારા નામની વાત થવી જોઈતી હતી, પરંતુ વાત થઈ વિક્રમની. તમારા કરતાં આગળ જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમને સાવચેત કરવા આવ્યો હતો. બાકી તમારી મરજી,’ રાકેશ વાધવાને કહ્યું.
‘રાકેશ, મને સેન્ટ્રલ વિસ્ટામાંથી ફોન આવી ગયો છે પણ આમાં હું કશું કરી શકું એમ નથી. જો ઉપરવાળાઓની એવી જ ઈચ્છા હોય તો મારે વિક્રમને મોકલવો જ પડશે,’ મનોજ રાયચૂરાએ પોતાની લાચારી વ્યક્ત કરી.
‘પણ આ બધું કેમ થઈ રહ્યું છે? શું તમને ખબર છે કે દિલ્હીમાં તેનું મહત્ત્વ અચાનક કેમ વધી ગયું છે?’ રાકેશ વાધવાને જાણી જોઈને રાચયૂરાની દુખતી રગ પર હાથ મૂક્યો.
‘રંજન કુમાર અને હું સમકક્ષ હતા. અમારે બંનેને અનેક વખત અથડામણ થતી હતી. અમારી વચ્ચે જે આ બધું થતું હતું તેને કારણે જ અમને બંનેને અલગ અલગ કરી દેવામાં આવ્યા હતા. મને ઈસરોમાં મોકલી દેવાયો હતો અને તેમને બેંગલોર મોકલી દેવામાં આવ્યા હતા,’ રાયચૂરાએ જૂની વાતો યાદ કરી.
‘તે સમયે મને ઈસરોની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે તેમને એટમિક એનર્જી જેવું મહત્ત્વનું ખાતું આપવામાં આવ્યું હતું. મારી મહેનતથી આજે ઈસરોને આ સ્તરે પહોંચાડ્યું છે, છતાં મારી કોઈ કદર કરવામાં આવતી નથી.’
‘સરકારમાં અને વિજ્ઞાનીઓની આલમમાં હંમેશા રંજન કુમારને મારા કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતું. એ માણસ ધુની છે તેમ છતાં બધા લોકોને લાડકો લાગે છે. આ વિક્રમને જ્યારે ઓરિસાથી ટ્રાન્સફર કરવાનો હતો ત્યારે મને જ વિનંતી કરી હતી. મેં તે સમયે તેને ઈસરોમાં રાખવા માટે સહમતી દર્શાવી હતી, બાકી આ માથાફરેલ સાથે કામ કરવા માટે કોઈ તૈયાર નહોતું યાદ છે ને? આમ છતાં વિક્રમ પહેલેથી રંજન કુમારનો લાડકો છે,’ રાયચૂરાની દિલની વાત મોં પર આવી ગઈ.

હવે શું?
‘જે રીતે રેડિયોવેવ્સના માધ્યમથી અવાજ હવામાં પસાર થઈ શકે છે અને આવી જ રીતે વેવ્સના માધ્યમથી આખી દુનિયામાં ઈન્ટરનેટ કામ કરે છે. આ બધા માધ્યમો એક રીતે ઊર્જાના જ છે. તો પછી વીજળીને પસાર કરવા માટે આ માધ્યમ કેમ કામ ન કરી શકે,’ અનુપમ વૈદ્યએ આ વિષય પર સંશોધન કરવા માટે પોતાના વરિષ્ઠો પાસે પરવાનગી માગી હતી, પરંતુ તેમને આની મંજૂરી આપવામાં આવે તે પહેલાં જ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. આદેશ રાજપાલે વડા પ્રધાન મહેતા અને રાજીવ ડોવાલને પોતાની પાસે આવેલી માહિતી ટૂંકમાં સમજાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular