મિસ યુનિવર્સ મુશ્કેલીમાં! ફિલ્મ નિર્માતાએ દાખલ કર્યો કેસ, જાણો શું છે આખો મામલો

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

દુનિયાભરમાં પોતાની સૌંદર્યતાને કારણે ચર્ચામાં રહેનારી મિસ યુનિવર્સ હરનાઝ સંધુની મુશ્કેલી વધી ગઈ છે. મળતી માહિતી અનુસાર ઉપાસના સિંહ નામની ફિલ્મ નિર્માતાએ ચંડીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સિંહે આરોપ લગાવ્યો છે કે હરનાઝ સંધુ સાથે પંજાબી ફિલ્મના પ્રમોશન માટે કરાર થયા હતાં તેમ છતાં તેઓ પ્રમોશન કરી રહ્યા નથી. તેણે કોન્ટ્રાક્ટનું કથિત રીતે ઉલ્લંઘન કર્યું હોવાથી તેનું વળતર માંગ્યું છે. પંજાબી ફિલ્મ બાઈ જી કુટ્ટાંગે ફિલ્મમાં હરનાઝ સંધુ લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મના પ્રમોશન તે કરશે એવો કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ફિલ્મના પ્રચાર માટે તારીખ આપવા માટે ઈનકાર કરી રહી છે. સંધુને મેં તે સમયે તક આપી હતી જ્યારે તે મિસ યુનિવર્સ નહોતી. આ ફિલ્મ માટે મેં મોટો ખર્ચ કર્યો છે. આ ફિલ્મ નાના બજેટવાળી ફિલ્મ નથી.
નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ઈઝરાયલમાં આયોજિત કાર્યક્રમમાં હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા 1994માં અભિનેત્રી સુષ્મિતા સેન અને 2000માં અભિનેત્રી લારા દત્તાએ આ ખિતાબ જીત્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.