નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કરવાના કિસ્સાની શુક્રવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે આરોપી શંકર મિશ્રાવતીથી દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઈટમાં તેમને પેશાબ કર્યો નહોતો, પરંતુ મહિલાએ કર્યો હતો. ત્યારે કોર્ટમાં ન્યાયાધીશે આરોપી મિશ્રાના વકીલને પણ આકરા સવાલો કરતા કહ્યું હતું કે ફ્લાઈટમાં એક બાજુથી બીજી તરફ જવાનું અશક્ય નથી.
ફ્લાઈટમાં પેશાબ કરવાના કિસ્સા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે મિશ્રાના વકીલે દલીલ કરી હતી મહિલાની સીટ સુધી પહોંચવાનું પણ શક્ય નથી, કારણ કે મહિલાની સીટ બ્લોક હતી. વકીલે કોર્ટમાં એમ પણ દાવો કર્યો હતો કે મહિલાએ ખૂદ ફ્લાઈટમાં તેના ઉપર પેશાબ કર્યો હતો, કારણ કે તેને ઈન્ટકોન્ટિનેન્સ નામની બીમારી છે. તેના પાછળ દલીલ કરતા કહ્યું હતું કે મહિલા એક કથ્થક ડાન્સર છે અને 80 ટકા કથ્થક ડાન્સરને આ પ્રકારની સમસ્યા હોય છે.
સેશન્સ કોર્ટના ન્યાયાધીશે સીટિંગ ડાયગ્રામ માગતા કહ્યું હતું કે આ એકદમ શક્ય નથી કે કોઈ પેસેન્જર ફ્લાઈટમાં એક બાજુથી બીજી બાજુ જઈ શકે છે. મેં પણ ફ્લાઈટમાં પ્રવાસ કર્યો છે અને મને ખબર છે કે કોઈ પણ લાઈનમાં બેસેલી શખસ કોઈ પમ બીજી સીટ પર જઈ શકે છે, ત્યાર બાદ ન્યાયાધીશે ફ્લાઈટમાં સીટિંગનો ડાયાગ્રામ માગ્યો હતો. અહીં એ જણાવવાનું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટના એ આદેશને પડકાર્યો હતો, જેમાં કોર્ટમાં આરોપી શંકર મિશ્રાની કસ્ટડી આપવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસવતીથી મિશ્રાની સાત દિવસ પોલીસની કસ્ટડી માગી હતી. અલબત્ત, શંકર મિશ્રા પર આરોપ છે કે તેને બીજી સીટ પર બેઠેલી મહિલા પર દારુના નશામાં પેશાબ કર્યો હતો.