સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ….દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે અગ્નિપથ યોજના વિશે નરેન્દ્ર મોદીનું નિવેદન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશભરમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શન અને વિપક્ષની તીવ્ર આલોચના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે કહ્યું હતું કે સુધારનો માર્ગ આપણને નવા લક્ષ્ય અને નવા સંકલ્પ તરફ લઇ જાય છે. સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ સમય સાથે તે લાભદાયક નિવડે છે. શરૂઆતમાં કેટલાક નિર્ણય અપ્રિય લાગી શકે છે, પણ પછી દેશ એ નિર્ણયના લાભનો અનુભવ કરે છે. આ નિર્ણયો રાષ્ટ્રના નિર્માણમાં મદદ કરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટકની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 28,000 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મોદીએ બેગ્લુરુમાં એક જનસભાને પણ સંબોધિત કરી હતી.

વડાપ્રધાને કહ્યું હતું કે કર્ણાટકમાં પાંચ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ, સાત રેલવે પ્રોજેકટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોજેક્ટ કર્ણાટકના યુવાનો, મધ્યમ વર્ગ, ખેડૂતો, શ્રમિકો, ઉધમીઓને નવી સુવિધા આપશે. બેંગ્લુરુને ટ્રાફિકજામમાંથી મુક્તિ અપાવવા માટે રેલ, રોડ, મેટ્રો, અન્ડરપાસ, ફ્લાઇઓવર તેમ જ દરેક સંભવ માધ્યમો પર ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે.

બેંગ્લુરુના જે ઉપનગરીય વિસ્તારો છે તેને પણ સારી કનેક્ટિવિટીથી જોડવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. ભારતીય રેલ હવે ઝડપી પણ થઇ રહ છે, સ્વચ્છ પણ થઇ રહી છે, આધુનિક પણ થઇ રહી છે, સુરક્ષિત પણ થઇ રહી છે. અમે દેશના એ હિસ્સામાં પણ રેલને પહોંચાડી છે, જયાં તે સેવા આપવાનું મુશ્કેલ હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.