સિનેમા જગતમાંથી એક બૂરા સમાચાર જાણવા મળ્યા છે. બોલીવુડની ફિલ્મો અને અનેક ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલા એક્ટર શાહનવાઝ પ્રધાનનું 56 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે મિર્ઝાપુર વેબ સિરીઝમાં ગુડ્ડુ ભૈયાના સસરાનું પાત્ર ભજવ્યું હતું.
એમ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ કોઈ ફંક્શનમાં હતા અને ત્યાં તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. દુખાવાના કારણે તેઓ બેભાન થઈને જમીન પર પડી ગયા હતા. તેમને તાત્કાલિક અંધેરીની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી નહોતા શકાયા. ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ફેન્સ અને ફિલ્મ જગતના કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સિનેમા જગતના આ એક્ટરનું હાર્ટ એટેકથી નિધન
RELATED ARTICLES