રેપના આરોપમાં જેલ બંધ મિર્ચી બાબા વારંવાર ઈમોશનલ થઈ રહ્યા છે ઈમોશનલ, આ છે કારણ

દેશ વિદેશ

મહિલા પર દુષ્કર્મના આરોપમાં વૈરાજ્ઞાનંદ ગિરી ફર્ફે મિર્ચી બાબા હાલમાં જેલની હવા ખાઈ રહ્યા છે. જેલ અધિકારીઓએ જણાવ્યું ગતું કે, મિર્ચી બાબાએ જેલમાં આવ્યા બાદ ભોજન ગ્રહણ કરવાની મનાઈ કરી હતી, પરંતુ બાદમાં તે ખાઈ લીધું હતું. જોકે, તેઓ વારંવાર પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. બાબાને જે બેરકમાં રાખ્યા છે ત્યાં આશરે 30 અન્ય કેદીઓ પણ છે. બાબા અન્ય કેદીઓ સાથે વાત કરતાં કરતાં વારંવાર ઈમોશનલ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રેપના આરોપમાં મને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મિર્ચી બાબા પર એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેઓ બાબાને એટલા માટે મળી હતી કારણ કે તે નિઃસંતાન હતી. તેનો ફાયદો ઉઠાવીને બાબાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ નજીક રાયસેનની રહેનારી પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, લગ્નના ચાર વર્ષ થયા બાદ પણ બાળક ન હોવાથી હું મિર્ચી બાબાના સંપર્કમાં આવી હતી. બાબાએ પૂજા પાઠ કરીને સંતાન થવાનો દાવો કર્યો હતો અને મને બોલાવીને નશાની ગોળીઓ આપીને રેપ કર્યો હતો. આ વાત જુલાઈની છે. મેં જ્યારે વિરોધ કર્યો તો તેમણે કહ્યું કે બાળકો આવી જ રીતે થાય.

મહિલાના આરોપ બાદ મિર્ચી બાબાની ગ્વાલિયરથી ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે મધ્ય પ્રદેશની કમલનાથ સરકારમાં બાબાને રાજ્ય કક્ષાના પ્રધાનનો દરજ્જો મળ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.