તમિલનાડુમાં માતાએ 16 વર્ષની દીકરીના આઠ વાર એગ ડોનેટ કરાવ્યા, સાવકા પિતાએ કર્યો રેપ

ટૉપ ન્યૂઝ

તમિલનાડુના ઇરોડમાં પ્રાઇવેટ ફર્ટિલિટી ક્લીનિકમાં 16 વર્ષની સગીરાને એકવાર નહીં, પણ આઠ વાર એગ ડોનેશન કરવા માટે મજબૂર કરવા મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આરોપીમાં પીડિતાની માનો પણ સમાવેશ છે. આ મામલે વધુ એક નવો ખુલાસો થયો છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે સગીરા સાથે પાંચ વર્ષમાં તેના સાવકા પિતાએ અનેક વાર રેપ કર્યો હતો.
FIR અનુસાર પીડિતાની મા તેના પહેલા પતિથી અલગ થઇ ચૂકી છે. એ પછી તેણે બીજા લગ્ન કર્યા હતા. સગીરા પણ તેમની સાથે જ રહેતી હતી. પીડિતા સાથે બંને મારપીટ કરતા હતા. તેને જબરદસ્તી એગ ડોનેશન માટે મજબૂર કરવામાં આવતી હતી. સાવકો પિતા એક અન્ય મહિલા સાથે મળીને સગીરાથી પ્રાઇવેટ ફર્ટિલિટી ક્લીનિકમાં એગ ડોનેટ કરાવતો હતો.

પીડિતાએ જણાવ્યું હતું કે દર વખતે પ્રેગ્નન્ટ થયા પછી એગ્સ વેચતા હોસ્પિટલમાંથી 20 હજાર રૂપિયા મળતા હતા. એમાં 5 હજાર રૂપિયા એક મહિલા કમિશન તરીકે લેતી હતી અને બાકી પૈસા મા અને તેનો સાવકો પિતા રાખતો હતો. આવું બે વર્ષમાં બે વાર કરવામાં આવતું હતું.

ઘણાં વર્ષોથી શોષણનો ભોગ બની રહેલી સગીરા મે મહિનામાં ભાગીને તેના મિત્ર પાસે જતી રહી હતી. છોકરીએ તેના મિત્રને હકીકત જણાવતા તેના મિત્ર અને અમુક સંબંધીઓએ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં ત્રણેય આરોપી સેલમ સેન્ટ્રલ જેલમાં બંધ છે. બીજી બાજુ રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ સગીરાનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.