પાલઘર: પાલઘર જિલ્લાના ગામમાં બંધ બંગલામાં તેમ જ દરિયાકિનારે ઝાડીઝાંખરામાં ૧૬ વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારવા પ્રકરણે ધરપકડ કરાયેલા નવ આરોપીઓને કોર્ટમાં હાજર કરાતાં તેમની પોલીસ કસ્ટડી ૨૮ ડિસેમ્બર સુધી લંબાવાઇ હતી. આરોપીઓને ગુરુવારે કોર્ટમાં હાજર કરાયા બાદ સાતપાટી પોલીસે તપાસ માટે તેમની વધુ કસ્ટડીની માગણી કરી હતી. આથી કોર્ટે તેમની કસ્ટડી લંબાવી આપી હતી.
ઉલ્લેખનીય છે કે સગીરા પર ગયા સપ્તાહે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાના પિતા ગયા શનિવારે સાતપાટી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને પુત્રી શુક્રવાર રાતથી ઘરે આવી ન હોવાનું તથા તેનો મોબાઇલ પર સંપર્ક સાધતાં તે રડતી હતી, એવું તેમણે પોલીસને જણાવ્યું હતું. દરમિયાન પોલીસે સગીરાની શોધ ચલાવી હતી અને તેને હરણવાડી ખાતેથી શોધી કાઢવામાં આવી હતી. સગીરાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ તેને વિશ્ર્વાસમાં લઇ પૂછપરછ કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે તે શુક્રવારે રાતે મિત્ર સાથે દરિયાકિનારે આવેલા બંગલા નજીક ગઇ હતી, જ્યાં અન્ય આરોપીઓ પણ આવ્યા હતા અને તેમણે બંગલામાં તથા પાસેના ઝાડીઝાંખરામાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઉ
સગીરા પર સામૂહિક બળાત્કાર: આરોપીઓની પોલીસ કસ્ટડી ૨૮ ડિસેમ્બર સુધી લંબાવાઇ
RELATED ARTICLES