છેલ્લાં કેટલાક સમયથી સાઈબર ક્રાઈમમાં વધારો થયો છે અને અકાઉન્ટ હેક થવાની ઘટના પણ વધી રહી છે. થોડા સમય પહેલા AIIMS Delhi નું સર્વર હેક થયું હતું હવે ફરી એક વાર કેન્દ્ર સરકારનું જલ શક્તિ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાની જાણકારી મળી રહી છે. હેકર્સે ગુરુવારે સવારે એકાઉન્ટ હેક કર્યું હતું. આ એકાઉન્ટ હેન્ડલ પર જેટલા ટ્વિટ કરવામાં આવ્યા હતાં તે બધા ડિલિટ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે નવ દિવસમાં આવા પ્રકારની બીજી ઘટના બની છે. આ ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ હેકર્સે લીધી નથી. ઘટનાની જાણ થતાં સરકારે આ મામલે તપાસ હાથ ધરી હતી.