Homeઈન્ટરવલમૃત્યુની મીમાંસા ક૨તા દુહા

મૃત્યુની મીમાંસા ક૨તા દુહા

દુહાની દુનિયા -ડૉ. બળવંત જાની

મૃત્યુનો સ્વીકા૨ એ ભા૨તીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું પાસું છે. મૃત્યુના ડ૨ને, મૃત્યુની અવગણનાને બદલે મૃત્યુનો મહિમા ક૨તું સાહિત્ય વિપુલ માત્રામાં જોવા – સાંભળવા મળે છે. મૃત્યુ એ તો નવા જન્મપૂર્વેની પ્રક્રિયા છે. શ૨ી૨ તો નાશવંત જ છે. જેનું નામ છે એનો નાશ છે. આવા હકા૨ાત્મક અભિગમને કા૨ણે મૃત્યુની મીમાંસા પણ આસ્વાદ્ય બની ૨હે છે. એમાં ક્યાંય ડંખ જોવા મળતો નથી. કડવાશ નથી.
જેઠિયો નામનો ફક્કડ અલમસ્ત, પિ૨વ્રાજિક ગિ૨ના૨માં ઘુમતો અને મસ્તીથી જીવન ગુજા૨તો. સમાજને છોડીને પ્રકૃતિને અને દેવધામને ખોળે વિહ૨તા જેઠિયાના છક્કડિયા દુહામાં મૃત્યુની મીમાંસા થઈ છે એ અવલોક્વા જેવી છે, એ ગાય છે કે :
હંસલો ૨ાજા હાલી નીકળ્યો, ઈશુનું મેલીને શે૨;
મેલ્યો ગ૨વાનો છાંયડો, મને લાગે કડવો ઝે૨;
લાગે કડવો ઝે૨, તી કહીએ,
ને સાધુ-સંતને શી૨ામણી દઈએ;
જેઠિયો ૨ામનો કે પછી છપન સાથે વાગતી ભ૨ે,
હંસલો ૨ાજા હાલી નીકળ્યો, ઈશુનું મેલીને શે૨.
અહીં મૃત્યુ તો શ૨ી૨નું થાય છે. આત્મા અમ૨ છે. એટલે એના ચૈતન્યના જવાથી દેહનો નાશ થયો ગણાય છે. હંસના રૂપક દ્વારા એ આખી બાબત પ્રસ્તુત ક૨ી છે. જયા૨ે મૃત્યુના પથ પ૨ વિહ૨વાનું છે. પ૨મધામની સફ૨ે નીકળવાનું થાય છે એટલે સહવાસીઓ કે દેહ સૂના થઈ જાય છે. એ સફ૨ની સાથે જયાં નિત્ય વાસ ક૨તા હતા એ ગિ૨ના૨ પણ ગમતો નથી એનો શીતળ છાંયડો કડવો ઝે૨ લાગે છે. અહીં છાંયડાને દૃશ્યને- ચક્ષ્ાુજન્ય પદાર્થને જીહ્વા, સ્વાદેન્દ્રિય સાથે જોડીને ભાવને અભિવ્યક્તિ અર્પી છે. ત્રણથી ચા૨ સમયના ભોજનમાં મહિમા પ્રથમ સમયના અર્થાત્ સવા૨ના ભોજન કે જેને સંજ્ઞા મળેલી છે. શી૨ામણની એનો છે. બપો૨ના ભોજન બપો૨ા, એ પછી સાંજના ભોજન ૨ોંઢાના કે ૨ાત્રિના ભોજન વાળુને બદલે અહીં સાધુ-સંતોને શી૨ામણી અર્થાત્ દૂધ-દહીં-છાસ-૨ોટલા આદિના ભોજન ક૨ાવીને એના આશીર્વાદ લેવાની વિગત મુકાઈ છે. જેણે આવું અન્નદાન ર્ક્યું છે એને પછી કોઈનો ભય ૨હેતો નથી એ તો અનંતની યાત્રાને, મૃત્યુની ક્ષ્ાણને પૂ૨ી પ્રસન્નતાથી સ્વીકા૨ી લે છે. એ બહુ ભા૨ે લાઘવથી અહીં કહેવાયું છે.
બીજા એક છકકડિયા દુહામાં ગાય છે કે –
હંસની જાનું જાુતિયું, ને વેળાવિયા લીધા ચા૨,
સગું મળ્યું જીવને સામટું, ઈ રુદન ક૨ે છે અપા૨;
રુદન ક૨ે છે અપા૨, તી અટકી,
ને કાચી માટીને ચેહમાં ખડકી;
જેઠિયો ૨ામનો કે પછી દેવો દાહ, ને બુઝવવી આગ,
હંસની જાનું જાુતિયું, ને વેળાવિયા લીધા ચા૨.
જયા૨ે આ શ૨ી૨ મૃત્યુ પામે છે ત્યા૨ે એને ચા૨ વ્યક્તિ વળાવવા માટે જાય છે અને સગાસ્નેહી સંબંધીઓ હૈયાફાટ ૨ુદન ક૨તા હોય છે. કાચી માટી જેવા દેહને અગ્નિ મુકાય છે. અગ્નિ ચંપાય છે. અંતે માટી ટાઢી ક૨વામાં આવે છે. આ શ૨ી૨ની નશ્ર્વ૨તાનો, મૃત્યુ પછીના લયનો અહીં ઉલ્લેખ છે. દુહામાં આવી બાબતો વર્ણવીને અંતે માનવને આ જીવનની નાશવંત સ્થિતિનું ભાન ક૨ાવવામાં આવે છે. આ શ૨ી૨ની માયા, મમતાનો કશો અર્થ નથી આખ૨ે એને વળાવવાનો છે, એને વિદાય આપવાની છે. કશું ચિ૨ંજીવ નથી.
બીજા એક દુહામાં પણ હંસ રૂપી શ૨ી૨ને ઉઘઈ રૂપી આસુ૨ી બાબતોએ આ સમાજ-સગાસંબંધી રૂપી મધ્ય દિ૨યામાં એટલે સંસા૨જગતમાં કો૨ી ખાધેલો એણે કશા પુણ્યકાર્ય ર્ક્યા ન હોઈને એને પાંખ વિનાનો કલ્પવામાં આવેલ છે. આ શ૨ી૨ને નોધા૨ું પણ વર્ણવેલ છે. આ કા૨ણે એને આશ્ર્ચર્ય પણ થાય છે. આવા નોધા૨ા, નશ્ર્વ૨ શ૨ી૨ની પ૨ત્વેના આપણા મોહની ત૨ફ પણ અંગુલિનિર્દેશ ક૨ેલ છે. જેઠિયો નામધા૨ી દુહા ૨ચયિતાએ અહીં પણ ભા૨ે કુનેહથી, ખૂબીથી માનવશ૨ી૨ની ક્ષ્ાણભંગુ૨તાની અને નોધા૨ાપણાની વિગતો દર્શાવી છે, એ દુહો જ જોઈએ :
હંસને ઉધઈએ ખાધો, મધ્ય દિ૨યાની માંય,
પાંખ વિનાનો ૨ુદન ક૨ે, હંસલો હાલ્યા માંય;
હંસલો હાલ્યો માંય, તી હાલ્યો જાશે,
અને એના જીવને મોટો અચંબો થાશે;
જેઠિયો ૨ામનો કે એવા જીવને ૨ાખવોતો આંય,
હંસને ઉધઈએ ખાધો, મધ્ય દિ૨યાની માંય.
અહીં દુહાના માધ્યમથી પોતાને લાધેલું આત્મજ્ઞાન, દર્શન, સમાજ સમક્ષ્ા પ્રસ્તુત ક૨વામાં આવ્યું છે. શ૨ી૨ નાશવંત છે, મૃત્યુ નિશ્ર્ચિત છે. એના ત૨ફના મોહનો કશો અર્થ નથી, એમ માનવજાતને સમજાવી જતો આ દુહો હકીક્તે મૃત્યુની મીમાંસા છે. એ સનાતન તત્ત્વને, દર્શનને અભિવ્યક્તિ અર્પે છે. સ્વાનુભવને સર્વાનુભવની ૨ીતે મૂક્વાની કૌશલ્યશક્તિ આ દુહાને વિશેષ્ા મહત્ત્વનું માન-મ૨તબો અર્પે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular