સુરતમાં લગભગ દેશના ખૂણે ખૂણેથી લોકો રોજીરોટીની આશ લઈ આવે છે અને આ શહેર હજારો સ્થાળાંતરિતોનું અને તેમના પરિવારોનું પેટ ભરે છે. સુરતમાં મોટી સંખ્યામાં બિહારી અને ઉતત્ર પ્રદેશના લોકો રહે છે અને આ લોકો હોળીના તહેવારમાં પોતાના ગામ જવાનું પસંદ કરે છે. આ સમય દરમિયાન તેઓ અહીં ખેતીના કામ પણ કરતા હોય છે. સુરતથી આ બન્ને રાજ્યોમાં જવા માટે ટ્રેન ઘણી ઓછી હોવાથી રેલવે દ્વારા ખાસ ફેસ્ટિવલ સ્પેશિયલ દોડાવે છે, પરંતુ માગને જોતા તે પણ ઓછી પડે છે. આથી હજુવધુ ટ્રેન આપવાની માગણી કરવામાં આવી રહી છે. હાલમાં સુરતના રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળે છે.
હોળીનો તહેવાર હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હિંદુ શાસ્ત્રમાં જે પ્રમાણે મથુરા અને વૃંદાવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તે મુજબ ભગવાન કૃષ્ણની ભૂમિ ઉપર આ તહેવારની ખૂબ જ મોટા પાયે અને ભવ્ય ઉજવણી થતી હોય છે. યુપીથી સુરત આવેલા પરિવારો હોળીના સમય દરમિયાન પોતાના વતને જાય છે.પરંતુ અન્ય લોકો પણ મથુરા અને વૃંદાવનની હોળી જોવા માટે હોળીના તહેવાર દરમિયાન જતા હોય છે. પરિણામે સુરત રેલ્વે સ્ટેશન ઉપર હોળીના સમય દરમિયાન હાલ થોડા દિવસોથી સતત મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
સુરતથી યુપી બિહાર જવા માટેની જે ટ્રેનો છે તેના કરતાં મુસાફરોની સંખ્યા વધારે જોવા મળી રહે છે. આજ વર્ષે નહીં પરંતુ દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન આ પ્રકારનો માહોલ સુરત રેલવે સ્ટેશન ઉપર જોવા મળતો હોય છે જે કોચમાં મુસાફરોની કેપેસિટી હોય છે, તેના કરતાં બમણા મુસાફરો કોચમાં બેસતા હોય છે. મહિલા વૃદ્ધો અને નાના બાળકો સાથે જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર ભરૂચથી લઈને વાપી સુધીમાં અંદાજે 20 લાખ જેટલા યુપીવાસીઓ રહે છે. યુપીવાસીઓ વાર-તહેવારે તેમના વતન તરફ જતા હોય છે. ત્યારે તેમના માટે જોઈએ તેવી સુવિધા અત્યાર સુધીમાં ઊભી કરવામાં આવી નથી. ખાસ કરીને માત્ર એક તાપ્તિ ગંગા ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે અને બીજી તરફ મુસાફરોની સંખ્યા ખૂબ વધારે છે. માત્ર વિકલી ટ્રેનોના સહારે મુસાફરો પોતાના વતન તરફ જાય છે તેને કારણે ભારે મુશ્કેલ થાય છે. યુપીવાસીઓની સંખ્યા જો 20 લાખ જેટલી હોય અને તેની સામે ડેઇલી એકમાત્ર ટ્રેન તાપ્તિ ગંગા હોય તો શું સ્થિતિ થાય તે સમજવા જેવું છે.
આઈ હોલી આઈઃ સુરત રેલવે સ્ટેશન મુસાફરોથી ઊભરાયું, વધારે ટ્રેન દોડવવાની માગણી
RELATED ARTICLES