Homeઆમચી મુંબઈઆ વર્ષે ફિલ્મના શૂટિંગથી મધ્ય રેલવેએ ₹ ૨.૩૨ કરોડની કરી કમાણી

આ વર્ષે ફિલ્મના શૂટિંગથી મધ્ય રેલવેએ ₹ ૨.૩૨ કરોડની કરી કમાણી

શૂટિંગ માટે સીએસએમટીની પસંદગી સૌથી પહેલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડના નિર્માતાઓ માટે ફિલ્મના શૂટિંગ માટે પહેલેથી રેલવે સ્ટેશન, ટ્રેનો અને વર્કશોપ્સ સહિત અન્ય જગ્યાઓ મનપસંદ ડેસ્ટિનેશન બન્યા છે અને તેના શૂટિંગ મારફત રેલવે પણ દર વર્ષે નોંધપાત્ર કમાણી કરી છે. એના જ ભાગરૂપે આ કેલેન્ડર વર્ષમાં મધ્ય રેલવેએ ૨.૩૨ કરોડ રુપિયાની આવક કરી હતી, જે અત્યાર સુધીની સર્વોત્તમ આવક છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીમાં ફિલ્મના શૂટિંગથી ૨.૩૨ કરોડની આવક કરી હતી, જ્યારે ગયા વર્ષે ૧.૧૭ કરોડની આવક કરી હતી. ફિલ્મના શૂટિંગ મામલે આજની તારીખે પણ મધ્ય રેલવેના વિવિધ સ્ટેશન પૈકી સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)નું નામ મોખરે છે, જે નિર્માતાની પહેલી પસંદ છે. સીએસએમટી પાંચ જેટલી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પનવેલ નજીકનું આપ્ટા સ્ટેશન, કોલ્હાપુર નજીકનું વઠાર રેલવે સ્ટેશન, માથેરાન, સેન્ટ્રલ રેલવેની પરેલ સ્થિત સ્પોર્ટસ એકેડેમી કોમ્પ્લેક્સ, દાદર, કર્જત, વાડીબંદર યાર્ડ, મનમાડ અને અહેમદનગરનું યેઓલા, કાન્હેગાંવ સ્ટેશન સહિત અન્ય સ્ટેશનની વધારે પસંદગી કરવામાં આવે છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં આ વર્ષે લગભગ ૧૪ ફિલ્મના શૂટિંગ કર્યું હતું, જેમાં આઠ ફિચર ફિલ્મ, ત્રણ વેબ સીરિઝ અને એક ડોક્યુમેન્ટરી અને એક શોર્ટ ફિલ્મનો સમાવેશ થાય છે. મધ્ય રેલવેએ આ વર્ષે ફિલ્મના શૂટિંગ પૈકી ટૂ બ્રાઈડ્સ માટે યેઓલા, કાન્હેગાંવ સ્ટેશન પર અઢાર દિવસ શૂટિંગ ચાલ્યું હતું, જેમાંથી ૧.૨૭ કરોડ રૂપિયાની સૌથી વધુ આવક થઈ હતી. અન્ય બીજી ફિલ્મ આપ્ટા રેલવે સ્ટેશન પર ત્રણ દિવસ સુધી સ્પેશિયલ ટ્રેનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જે ફિલ્મમાંથી મધ્ય રેલવેને ૨૯.૪૦ લાખની આવક થઈ હતી.
અલબત્ત, જાન્યુઆરીથી ડિસેમ્બર, ૨૦૨૨ના એક વર્ષમાં મધ્ય રેલવેએ કુલ ૨.૩૨ કરોડની આવક પ્રાપ્ત કરી છે, જે ૨૦૨૧ની તુલનામાં ૯૯ ટકાનો વધારો થયો છે, એમ જણાવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular