વિશ્વની સૌથી મોટી આઈટી કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે આ બેઠક બાદ તેમણે કહ્યું કે, અમે ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવા અને વિશ્વને માર્ગદર્શન આપવા ભારતની મદદ કરવા માટે આતુર છીએ.
સત્ય નડેલા ભારતની ચાર દિવસની મુલાકાતે છે. ભારતીય મૂળના સત્ય નડેલાએ વડાપ્રધાન સાથેની બેઠકને પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા ટકાઉ અને સમાવેશી આર્થિક વૃદ્ધિ પર સરકારના ભારની પણ પ્રશંસા કરી.
નડેલાએ ટ્વીટ કર્યું કે, “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા ટકાઉ અને સમાવિષ્ટ આર્થિક વૃદ્ધિ પર સરકારનું ધ્યાન પ્રેરણાદાયક છે. અમે ભારતને ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવા અને વિશ્વને માર્ગદર્શન આપવા માટે આતુર છીએ.”
તેમણે લખ્યું કે, ” પ્રેરણાદાયી મુલાકાત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.”
Thank you @narendramodi for an insightful meeting. It’s inspiring to see the government’s deep focus on sustainable and inclusive economic growth led by digital transformation and we’re looking forward to helping India realize the Digital India vision and be a light for the world pic.twitter.com/xTDN9E9VdK
— Satya Nadella (@satyanadella) January 5, 2023
“>
નડેલા દેશના અનેક શહેરોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ સ્ટાર્ટઅપ્સ, ડેવલપર્સ, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓને મળી રહ્યા છે. બુધવારે તેઓ વિદેશપ્રધાન એસ જયશંકરને મળ્યા અને ડિજિટલ સેક્ટરમાં ગવર્નન્સ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.