કાવડ યાત્રાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું ‘અલર્ટ’, આ માર્ગદર્શિકા જારી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગુરુવારથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કાવડ યાત્રા શરૂ થઇ ગઇ છે. આ યાત્રાની શરૂઆત સાથે, ગૃહ મંત્રાલય (MHA) એ કટ્ટરપંથી તત્વોના ખતરાને ટાંકીને રાજ્ય સરકારોને કંવરિયાઓ માટે સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલના ઇનપુટ્સના આધારે, ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યો માટે કંવર યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે એક એડવાઇઝરી જારી કરી છે. રેલ્વે બોર્ડને પણ કાવડયાત્રા પરના ખતરાને જોતા ટ્રેનોમાં સુરક્ષા વધુ કડક કરવા સૂચના આપવામાં આવી છે. એડવાઈઝરી મુજબ, કાવડ યાત્રા દરમિયાન કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવા જોઈએ, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગુરુવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હિન્દુ મહિનાના શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભગવાન શિવના ભક્તો મોટી સંખ્યામાં હરિદ્વાર પહોંચ્યા હતા. કોરોના રોગચાળાને કારણે બે વર્ષના સમયગાળા બાદ કાવડ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે. સત્તાવાળાઓનો અંદાજ છે કે લગભગ પખવાડિયા સુધી ચાલનારા મેળા દરમિયાન પવિત્ર નદીના પાણીને એકત્ર કરવા માટે હરિદ્વાર અને પડોશી ઋષિકેશમાં ઓછામાં ઓછા ચાર કરોડ કાવડિયાઓ આવશે અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડશે તે જોતાં, સીસીટીવી કેમેરા, ડ્રોન અને સોશિયલ મીડિયાના મોનિટરિંગ દ્વારા કડક તકેદારી રાખવામાં આવી રહી છે. મેળા ક્ષેત્રમાં બોમ્બ ડિસ્પોઝલ અને એન્ટી ટેરર ​​સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે. કાવડ યાત્રાના રૂટ પર ડ્રોન દ્વારા પણ ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવશે અને કોઈપણ શિવભક્તને ભાલા અને અન્ય શસ્ત્રો સાથે શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પોલીસે જણાવ્યું હતું.
કાવડ યાત્રા એ ભગવાન શિવના ભક્તોની વાર્ષિક યાત્રા છે જે હિન્દુ મહિનાના સાવન દરમિયાન થાય છે. કનવરિયાઓ ઉત્તરાખંડમાં હરિદ્વાર, ગૌમુખ અને ગંગોત્રી અને બિહારના સુલતાનગંજ જેવા સ્થળોની મુલાકાત લઈને ગંગા નદીના પવિત્ર જળને ગ્રહણ કરે છે . તે પછી તેઓ એ જ પાણીથી ભગવાનની પૂજા કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.