મેક્સિકોના ડિટેન્શન સેન્ટરની આગમાં 39નાં મોત, મક્કામાં 20નાં મોત
મેકિસકો સિટીઃ અમેરિકા નજીકના પડોશી રાષ્ટ્ર મેક્સિકો સ્થિત ડિટેન્શન સેન્ટરની ભીષણ આગમાં મોટી જાનહાનિ થઈ હોવાનું તાજેતરમાં સમાચાર જાણવા મળ્યા છે. ટેક્સાસના કેએલ પાસો નજીકના સ્યૂદાદ જુઆરેજ ખાતેના એક માઈગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 39 જણનાં મોત થયા હતા. અહીં પ્રવાસીઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આગ લાગવાને કારણે સેન્ટરમાં રાખવામાં આવેલા લોકો ભોગ બન્યા હતા, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે કહ્યું હતું કે આગનો ભોગ બનેલા લોકોની હાલત હજુ પણ ગંભીર છે તથા મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે. સોમવારે અહીંના સેન્ટરમાં 71 જણને લાવવામાં આવ્યા પછી આ આગ લાગી હતી, જેમાં મૃત્યુ પામનારામાં મોટા ભાગના વેનેજુએલાના નાગરિક છે.
#CiudadJuarez, #Mexico. At least three dozen (39)#migrants have died in a fire at an #immigration detention center in northern Mexico near the #US border. The images showed the tragedy. The causes of the tragedy are still under investigation pic.twitter.com/vRzpASdTbV
— Donato Yaakov Secchi (@doyaksec) March 28, 2023
દરમિયાન મક્કા મદીનામાં એક બસને નડેલા અકસ્માત પછી આગમાં 20 જણનાં મોત થયા હતા. મુસ્લિમોના પવિત્ર તહેવાર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ મહિનામાં મક્કા મદિના લાખો લોકો જાય છે. તાજેતરમાં પ્રવાસીઓને લઈ જનારી એક બસને પુલ સાથે ટકરાઈ હતી. આ ટક્કર પછી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 20 પ્રવાસીના મોત થયા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હોવાનું એક અહેવાલમાં જણાવ્યું હતું. મક્કા મદીનામાં બસના અકસ્માતમાં 20 જણનાં મૃત્યુ થયા છે, જ્યારે 29 જેટલા લોકોને ઈજા પહોંચી છે. બસ અકસ્માતમાં સામેલ લોકો અલગ અલગ દેશના રહેવાસીઓ છે, પરંતુ એ ક્યા દેશના છે તેના અંગે વિસ્તૃત માહતી મળી નથી, એમ સ્થાનિક એજન્સીએ જણાવ્યું હતું.