થાણેમાં મેટ્રોનું કામ યુદ્ધના ધોરણે ચાલુ, ભારે વાહનોને નો એન્ટ્રી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં હાલમાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું છે. હાલમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે રાજ્યની ધૂરા સંભાળી રહ્યા છે. રાજ્યના વિકાસકાર્યો પર કોઇ અસર ના થાય એની તેમણે તાકીદ કરી છે. હાલમાં ઘણા શહેરોમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. થાણેમાં મેટ્રો 4નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ઓવાલા સિગ્નલ અને સીએનજી પંપ વચ્ચે કામ અવિરતપણે ચાલુ રાખવા માટે પરિવહનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખારેગાંવ, માનકોલી ટોલ રોડ, કપૂરબાવડી જંકશન વિસ્તારમાં 10 ઓગસ્ટ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રાફિક જામથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભારે ટ્રાફિક હોય તેવા સ્થળોએ ટ્રાફિક વિભાગનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે.
ઘોડબંદર રોડ પર 24 કલાક ભારે ટ્રાફિક રહેતો હોય છે. મેટ્રોના કામમાં કોઈ વિક્ષેપ ન પડે કે કોઈ અકસ્માત ન થાય તે માટે ઘોડબંદર રોડ પરનો ટ્રાફિક હવે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મુંબઈ-નાસિક હાઈવે પર ઘોડબંદર તરફ જતા વાહનોને કપૂરબાવાડી જંક્શનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઘોડબંદર જતા વાહનોને કાપુબાવાડી જંકશનથી કશેરી, અંજુરફાટા થઈને રવાના કરવામાં આવશે.જ્યારે નાસિકથી ઘોડબંદર તરફ આવતા ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી આ વાહનો માનકોલી પુલ નીચેથી જઈ શકશે. મુંબ્રા, કલવાથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી આ વાહનો ગામન થઈને ખારેગાંવ ખાદી પુલ થઈને ખારેગાંવ ટોલ નાકા, માનકોલી થઈને પસાર થઈ શકશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.