Homeઆમચી મુંબઈમેટ્રોનો પ્રવાસ વધુ આરામદાયક બનશે

મેટ્રોનો પ્રવાસ વધુ આરામદાયક બનશે

પ્રવાસીઓ માટે માસિક ટ્રીપ પાસની યોજના
મેટ્રો-૧ કાર્ડના માધ્યમથી મળશે રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘મુંબઈ-૧’ના કાર્ડનો ઉપયોગ કરનારા મેટ્રો રેલના પ્રવાસીઓ માટે હવે મેટ્રોનો પ્રવાસ વધુ સુવિધાજનક બનવાનો છે. ૩૦ દિવસના સમયગાળામાં ૪૫ વખત મેટ્રોથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને ૧૫ ટકા તો ૬૦ વખત પ્રવાસ કરનારાઓને ૨૦ ટકા છૂટ મળશે. આ સુવિધાનો લાભ ૩૦ દિવસના સમયગાળા માટે મર્યાદિત હોઈ તેનો ચાર્જ ‘મુંબઈ-૧’ કાર્ડના માધ્યમથી પ્રીપેડ સ્વરૂપમાં વસૂલવામાં આવશે.
મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટિેડે (એમએમએમઓસીએલ)ના કહેવા મુજબ ‘મુંબઈ-૧’ કાર્ડનો ઉપયોગ કરનારાઓને આ રાહત મળશે. એ સાથે જ મુંબઈના જુદા જુદા ઠેકાણે મુલાકાત લેનારા મેટ્રો પ્રવાસીઓ માટે ‘અનલિમિટેડ ટ્રીપ પાસ’ની ખાસ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે મુજબ એક દિવસના અનલિમિટેડ ટ્રીપના પાસનું ભાડું ૮૦ રૂપિયા તો ત્રણ દિવસના અનલિમિટેડ ટ્રીપ પાસનું ભાડું ૨૦૦ રૂપિયા હશે.
મુંબઈ મેટ્રોના પ્રવાસીઓે તેમનો ‘મુંબઈ-૧’ કાર્ડ નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ મુંબઈ મેટ્રોના ટિકિટ કાઉન્ટર અને કસ્ટમર કેરના કાઉન્ટર પરથી મેળવી શકશે. તેમ જ તેને રિચાર્જ કરી શકાશે. આ કાર્ડનો ઉપયોગ રિટેલ સ્ટોરમાં અને બેસ્ટ બસ પ્રવાસ દરમિયાન પણ કરી શકાશે.હાલ ‘મુંબઈ-૧’ કાર્ડના માધ્યમથી સોમવારથી શનિવારે પાંચ ટકા, રવિવાર અને પબ્લિક હોલિડેના દિવસે ૧૦ ટકા છૂટ સાથે ઉપલબ્ધ છે.
મુંબઈ મેટ્રોના પ્રવાસી માટે ઉપલબ્ધ કરવામાં આવેલા નવા ટ્રીપ પાસની યોજનાને કારણે ટિકિટ પ્રક્રિયા વધુ સરળ થશે અને પ્રવાસીઓને લાંબી લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે અને લોકોના પૈસા પણ બચશે.

૪૫ અને ૬૦ ટ્રીપ પાસ ખરીદીના તારીખથી ૩૦ દિવસથી વેલિડ રહેશે.
અનલિમિટેડ ટ્રીપ પાસ -૮૦ રૂપિયા (વેલિડિટી એક દિવસ), ૨૦૦ રૂપિયા (વેલિટિડી -૩ દિવસ)
‘મુંબઈ-૧’ કાર્ડ ખોવાઈ જાય તો કાર્ડમાં રહેલી રકમ પાછી મળશે નહીં.
‘મુંબઈ-૧’ કાર્ડ ખરાબ થયો અને કામ નહી કરે તો નવા કાર્ડ માટે ૧૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે.
ટ્રીપ પાસ ફક્ત ‘મુંબઈ-૧’ નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ માટે વેલિડ રહેશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -