મુંબઈ: એમએમઆરડીએ કમિશનર એસવીઆર શ્રીનિવાસે ગુરુવારે જણાવ્યા મુજબ, અંડરક્ધસ્ટ્રક્શન મેટ્રો ૯ (દહિસર-મીરા રોડ-ભાઈંદર) પ્રોજેક્ટના ફેઝ ૧ હેઠળ કાર્યરત થનારી રેક્સ – જેમાં દહિસર પૂર્વ, પાંડુરંગ વાડી, અમર પેલેસ અને કાશીગાંવ ઝંકાર સ્ટેશનનો સમાવેશ થાય છે – તેની જાળવણી ચારકોપ ડેપોમાં કરવામાં આવશે.
હાલમાં, ચારકોપ ડેપો મેટ્રો ૨એ (દહિસર-ડીએન નગર) અને ૭ (દહિસર પૂર્વ-અંધેરી પૂર્વ) ની રેક
જાળવે છે. મેટ્રો ૯ માટે ડેપો ઉત્તન ખાતે શરૂ થવાનો છે.
“મેટ્રો ૯નો ફેજ ૧ આવતા વર્ષથી કાર્યરત થવાની શક્યતા છે. તે હાલની મેટ્રો લાઇન ૭ સાથે સંકલિત હોવાથી, ઉત્તન ડેપોનું નિર્માણ ન થાય ત્યાં સુધી ચારકોપ ડેપોનો ઉપયોગ મેટ્રો ૯ માટે થઈ શકે છે, એમ શ્રીનિવાસે જણાવ્યું હતું.
જોકે ચારકોપ ડેપો પહેલેથી જ પૂર્ણ ક્ષમતામાં કામ કરી રહ્યો છે. એમએમઆરડીએના એક અધિકારીએ કહ્યું, ચારકોપ ડેપોમાં ૨૨ રેક પાર્ક કરવાની સુવિધા છે.
જો કે તે પહેલેથી જ ભરાઈ ગયા છે, મેટ્રો ૭ના છેલ્લા સ્ટેશન, દહિસર પર એક કિ.મી.નો ટ્રેક બનાવી શકાય તો ત્યાં, આગામી મેટ્રો ૯ના કેટલાક રેક પાર્ક કરી શકાય તેમ છે.
મેટ્રો ૯ ના કેટલાક સ્ટેશનોના સાઈડિંગ ટ્રેક પર પણ કેટલીક રેક પાર્ક કરી શકાય છે. સાઇડિંગ ટ્રેક, જેને પોકેટ ટ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુખ્ય લાઇનની બહાર રેક પાર્ક કરવા માટે હોય છે.ઉ