(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઈન (કોલાબા-બાંદ્રા-સિપ્ઝ) માટે મુંબઈ લાવવામાં આવેલી મેટ્રો કાર (આઠ કોચ)ને બેટરી-ઓપરેટેડ રેલ કમ રોડ શન્ટર દ્વારા સફળતાપૂર્વક કોચને તૈયાર કરવામાં આવ્યા હતા.
એમએમઆરસી કાર ડેપો માટે આ બેટરી ઑપરેટડ શન્ટર અથવા કાર સૌથી પહેલી ખરીદી કરવામાં આવી છે. આરે ખાતેના હંગામી ધોરણે ઊભા કરવામાં આવેલા રેલવે ટ્રેક પર આ આઠ કોચને ઉતારવામાં આવ્યા હતા. આ શન્ટર (બેટરી ઑપરેટેડ કાર)ની ક્ષમતા ૩૫૦ ટનને ખેંચવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, સંપૂર્ણ ચાર્જ થયેલી કાર લગભગ નવ કિલોમીટર સુધી આઠ કોચને ખેંચવાની ક્ષમતા ધરાવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મેક ઈન ઈન્ડિયાના પ્રોજેક્ટ અંતર્ગત આ બેટરી ઑપરેટેડ શન્ટર-કાર તૈયાર કરવામાં આવી છે. આ શન્ટરની પણ ઓટોમેટિક કપ્લર-એડેપ્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઉ

Google search engine