મુંબઈ: શિવસેના સાથે છેડો ફાડીને મહારાષ્ટ્ર રાજ્યમાં નવી સરકારનુ ગઠન કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રનાં ઈન્ફરાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ગતિ મળી છે અને પેન્ડિંગ પ્રોજેક્ટ ઝડપથી પૂરા પ્રશાસન આકાશ પાતાળ એક કરી રહ્યું છે, જે પૈકીનો એક પ્રોજેક્ટ મેટ્રો-થ્રી છે. કોલાબા સિપ્ઝ અંડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોર માટેનો કારશેડ બનાવવા તત્કાલીન ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને હવે એકનાથ શિંદેની સરકારે કોર્ટના પગથિયા ચઢવાની નોબત આવી હતી અને કોર્ટના ખર્ચ પાછળ અત્યાર સુધીની તમામ મેટ્રોમાંથી ફક્ત મેટ્રો ત્રણના કારશેડ માટે સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હશે. સત્તાવાર અહેવાલ અનુસાર મેટ્રો-થ્રીના કારશેડ માટે ખાસ કરીને એમએમઆરસીએલે જણાવ્યું હતું કે આ બાબત કોર્ટમાં હોવાથી તેના પાછળ અત્યાર સુધીમાં ૩.૮૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ અંગે આર ટી આઇ કાર્યકર્તા અનિલ ગલગલીને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)એ માહિતી આપી હતી. એમએમઆરસીએલ પાસેથી કાર્યકર્તાએ મેટ્રો થ્રી માટે કોર્ટ કેસમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો એની માહિતી માંગી હતી તેના જવાબમાં કોરોપરેશને માહિતી આપતા જણાવ્યું હતું કે કોર્ટ કેસની ફી માટે સૌથી વધારે એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોનીને આપી હતી. છેલ્લા સાત વર્ષમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એ કોર્ટ કેસમાં કુલ ૩૧.૮૧ કરોડનો ખર્ચ કર્યો છે. આ ફી પૈકી રાજ્યના તત્કાલીન એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોનીને ૧.૧૩ કરોડ, એડવોકેટ એસ પી ચીનોયને ૮૩ લાખ, એડવોકેટ કિરણ ભાગોલિયાને ૭૭.૩૩ લાખ, એડવોકેટ તુષાર મહેતાને ૨૬.૪૦ લાખ, એડવોકેટ મનિન્દરને ૨૧ લાખ આપ્યા હતા. અલબત્ત, મેટ્રો થ્રીના કારશેડના કેસમાં વકીલોને માતબર ફી ચૂકવી છે. આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટે દાવો કર્યો હતો કે મુંબઈના મહત્વના પ્રોજેક્ટ પાછળ કેસ થયો અને તેના પાછળ ખર્ચ થવાનું પણ અપેક્ષિત છે, પણ આ કેસમાં વકીલોને કેટલી ફી ચૂકવી એ પણ જાણવું જરૂરી છે.