Homeદેશ વિદેશમેટાને ૨.૪૭ કરોડ ડૉલરનો દંડ

મેટાને ૨.૪૭ કરોડ ડૉલરનો દંડ

સિએટલ: ફેસબુકની માલિકી ધરાવતી મેટા કંપનીને વૉશિંગ્ટનના એક જજે ૨.૪૭ કરોડ ડૉલરનો દંડ ફટકાર્યો છે. રાજકીય જાહેરાતો આપનારાઓના નામ અને એડ્રેસ જણાવવા જોઈએ તેવું વૉશિંગ્ટનનો ટ્રાન્સપેરેન્સી (પારદર્શિતા) લૉ કહે છે.
ટીવી સ્ટેશનો અને અખબારો આ નિયમનું પાલન કરે છે. મેટાએ આ નિયમ સામે વારંવાર વાંધો ઉઠાવ્યો છે અને કોર્ટમાં રજૂઆત કરી હતી કે કાયદો ગેરબંધારણીય છે.
એટર્ની જનરલ બોબ ફર્ગ્યુસને એક અખબારી યાદીમાં કહ્યું કે, ‘આ કેસમાં ફેસબુકની વર્તણૂકને એક શબ્દમાં વર્ણવી શકાય છે- ઘમંડ. વૉશિંગ્ટનના ઇલેકશન ટ્રાન્સપેરેન્સી કાયદાની જાણીબૂઝીને અવગણના કરવામાં આવી હતી. આટલું જાણે પૂરતું ન હોય તેમ ફેસબુકે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે આ કાયદાઓને ગેરબંધારણીય જાહેર કરવા જોઈએ.
કોર્પોરેટ જવાબદારી તો હોવી જોઈએ ને? કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટ જજ ડગ્લાસ નોર્થે મેટા દ્વારા કરાયેલા ૮૨૨ ઉલ્લંઘન માટે પ્રત્યેક પર ૩૦,૦૦૦ ડૉલરનો દંડ કર્યો હતો.
આ રકમ ૨.૪૭ કરોડ ડૉલર જેટલી થાય છે. યુએસમાં ચૂંટણી પ્રચાર સંબંધ પેનલ્ટીની આ રકમ સૌથી વધુ છે તેવું એટર્ની જનરલ ફર્ગ્યુસને
કહ્યું હતું.

RELATED ARTICLES

Most Popular