મેરી જાન તિરંગા હૈ!!!

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે શનિવારથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલુ કરવામાં આવ્યું ત્યારે દેશની તમામ સરકારી કચેરીઓ, સ્કૂલ, દુકાનોની સાથે સાથે દેશના તમામ નાગરિકો આ ગૌરવની ક્ષણમાં હોંશેહોંશે ભાગ લઈ રહ્યા છે, ત્યારે મુંબઈમાં પશ્ર્ચિમ રેલવેના ચર્ચગેટ સ્ટેશનની હેરિટેજ બિલ્ડિંગને તિરંગાની લાઈટિંગથી સજાવવામાં આવ્યું હતું. દરમિયાન ઘાટકોપર ખાતેની સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હરિયાળા મેદાનને જાણે તિરંગાના રંગમાં રંગ્યું હોવાનું જણાયું હતું, જ્યારે મંત્રાલય નજીકના ફ્રી પ્રેસ જર્નલ રોડ ખાતે પોલીસના જવાનો દ્વારા પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે જવાનોમાં આગવું જોશ જોવા મળ્યું હતું. (જયપ્રકાશ કેળકર, અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.