Cyrus Mistry Death: હોંગકોંગથી મુંબઈ પહોંચી Mercedes-Benz ની ટીમ, Crashed Carની કરશે તપાસ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ટાટા સન્સ ગ્રુપના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું પાલઘર નજીક કાર અકસ્માતમાં મોત થયું હતું. આ અંગે તપાસ કરવા હોંગકોંગથી Mercedes-Benz ના અધિકારીઓની ટીમ સોમવારે મુંબઈ પહોંચી હોવાની જાણકારી પાલઘર પોલીસ અધિકારીએ આપી હતી. પાલઘર નજીક પુરપાટ ગતિથી મુંબઈ તરફ આવી રહેલી કારની ડિવાઈડર સાથે જોરદાર ટક્કર થતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સાઈરસ મિસ્ત્રી સાથે તેના મિત્રનું પણ મોત થયું હતું.
પોલીસે જણાવ્યાનુસાર, કેટલાક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં હોંગકોંગથી આવેલી Mercedes-Benz ના અધિકારીઓની ટીમ દુર્ઘટનાગ્રસ્ત થયેલી કારનું નિરીક્ષણ કરશે. હાલમાં આ કારને થાણેમાં આવેલી Mercedes-Benz ની યુનિટમાં રાખવામાં આવી છે. તપાસ કર્યા બાદ કંપનીને રિપોર્ટ સોંપવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.