કપલ્સ અને તેમના સંબંધો વિશેની અવનવી વાતો અવારનવાર આપણે સાંભળતા આવ્યા છીએ અને આવી માહિતી સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થાય છે. આવું જ એક પ્રકરણ ચીનમાંથી જાણવા મળ્યું છે અને ત્યાં બે અજાણ્યા યુવાન હૈયાઓને એકઠા લાવવામાં નિમિત્ત બન્યું છે કોરોના… હાલમાં કોરોનાને કારણે ચીનના અલગ અલગ ભાગમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આ ઘટના ચીનના શેનઝેન પ્રાંતની છે જેમાં એક યુવક-યુવતી બ્લાઈન્ડ ડેટ પર ગયા હતા. બરાબર એ જ સમયે સ્થાનિક પ્રશાસન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને યુવક-યુવતીને એક-બે નહીં પૂરા દસ દિવસ સુધી એક જ રુમમાં પૂરાઈ રહ્યા. આ સમય દરમિયાન બંને જણે સાથે મળીને જમવાનું બનાવ્યું, એકબીજાની પસંદ-નાપસંદ વિશે વાતચીત કરી. બંને જણે પોતાના પરિવારને પોતે મિત્ર સાથે સુરક્ષિત હોવાની જાણ કરી હતી,
થોડાક દિવસ બાદ જ્યારે કોરોનાના નિયમોમાં શિથિલતા આવી ત્યારે બંને જણ રુમમાંથી બહાર આવ્યા અને બહાર આવીને બંને જણે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. બંને જણની આ જાહેરાતથી સગાસંબંધીઓને આશ્ચર્ય થયું હતું, પણ જ્યારે બંને જણે પોતાની પૂરી રામકહાણી સંભળાવી ત્યારે પરિવારે સહર્ષ તેમના સંબંધનો સ્વીકાર કર્યો હતો.
દસ દિવસ રુમમાં પૂરાઈ રહ્યા યુવક-યુવતી, બહાર આવ્યા ત્યારે કરી આવી જાહેરાત….
RELATED ARTICLES