ફિલ્મનામા -નરેશ શાહ
બત્રીસ વરસે તેમની પહેલી ફિલ્મ સંસ્કારને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક મળ્યો હતો. ‘વંશવૃક્ષ્ા’ નામની તેમની બીજી જ ફિલ્મ અત્યંત સફળ રહી હતી અને તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ભલે, એ ફિલ્મો ક્ધનડ ભાષ્ાામાં હતી પણ એ ફિલ્મ બનાવનારા સર્જક-નાટ્યકાર-અભિનેતા ગિરીશ કર્નાડ (જન્મ : ૧૯ મે, ૧૯૩૮, મૃત્યુ : ૧૦ જૂન, ર૦૧૯) ને આપણે બધા જ બહુ સારી રીતે પિછાણીએ છીએ અને કળા તેમ જ અભિનયના ભાવકો તો એ પણ સ્વીકારે છે કે ગિરીશ કર્નાડ દરેક કળામાં ઉત્તમ અને નોંધનીય કામ કરી જનારા અભિનેતા હતા. તેમણે કરિયરની શરૂઆત ૧૯૭૦માં સંસ્કાર નામની ફિલ્મમાં અભિનયથી કરી હતી અને એકસઠ વરસની ઊંમરે તેમની છેલ્લી ફિલ્મ ડિરેકટ કરી હતી. એક્યાસી વરસે તેઓ અવસાન પામ્યા પણ સલમાન ખાન સાથેની ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મ કરી ત્યારે તેમની ઉંમર ઓગણાએંસી વરસની હતી.
મતલબ એ થયો કે હિન્દી સહિતની ભાષ્ાાઓની એક્સો તેર ફિલ્મોમાં અભિનય કરનારા ગિરીશ કર્નાડ જીવનના આખરી એકાદ વરસને બાદ કરો તો તેમણે જિંદગીની આખી ઈનિંગ
કામ ર્ક્યું હતું. તમે સાહિત્યકાર જેવી ઉપાધિ પણ બેધડક આપી શકો એવા ગિરીશ કર્નાડે પોતાના સંસ્મરણો સદ્ભાગ્યે પોતાની હયાતિમાં જ લખ્યાં હતાં, જે તેમના અવસાન પછી અંગે્રજી-હિન્દી ભાષ્ાામાં પણ પ્રસિદ્ધ થયા. અંગે્રજીમાં તેનું નામ છે – ‘ધીસ લાઈફ એટ પ્લે.’
આ સંસ્મરણો તો નિ:શંક વાંચવા જેવાં છે પરંતુ તાજ્જુબની વાત એ છે કે આ પુસ્તક તેમણે એવી વ્યક્તિને અર્પણ ર્ક્યું છે કે જેમને તેઓ ક્યારેય રૂબરૂ મળ્યા નહોતા.
સામાન્ય રીતે લેખકો પોતાના લખાણના પુસ્તક મોટાભાગે માતા-પિતા યા અંગતજનો યા પરિચિતોને અર્પણ કરતાં હોય છે. ઓટોબાયોગ્રાફી તો મોટાભાગે બહુ નજીકની યા જીવનમાં અતિ ઉપયોગી થનારી વ્યક્તિને ડેડિકેટ કરતી હોય છે, પરંતુ ગિરીશ કર્નાડે પોતાના સંસ્મરણોની ગાથા એક એવા મહિલા ડૉક્ટરને અર્પણ કરી છે, જેને દેખીતી રીતે ગિરીશ કર્નાડ સાથે કોઈ સંપર્ક, પરિચય કે પિછાણ નહોતી. એ લેડી ‘ડૉક્ટરનું નામ : ડૉ. મધુમાલતી ગુણે.’
બેશક, ગિરીશ કર્નાડે પોતાનાં સંસ્મરણોના પુસ્તક ધ પ્લે ઓફ લાઈફ માં જ આ વાતનો ખુલાસો કરતી વિગતો લખી છે અને એ અત્યંત દિલચશ્પ છે. એ વખતે ગિરીશ કર્નાડની ઉંમર પાંત્રીસ વરસની હતી. તેમની ત્રીજી ક્ધનડ ફિલ્મ ‘કાડુ’ નિર્માણના આખરી તબક્કામાં હતી અને સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મેળવી ચૂક્યા હતા. રાષ્ટ્રપતિનો સુવર્ણ ચંદ્રક અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ તેમને મળી ચૂક્યો હતો. એ જ વરસે તેમની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ડિરેકટર તરીકેની નિમણૂક પણ થઈ હતી ત્યારે…
એક દિવસ એ માતા કૃષ્ણાબાઈ અને પિતા ડૉ. રઘુનાથ કર્નાડ સાથે જમવા બેઠા હતા. આઈ (મા) અને બપ્પા (પિતા) સાથે ભોજન ચાલી રહ્યું હતું ત્યારે અનાયાસે પુત્રની પ્રગતિ, ખ્યાતિથી પ્રભાવિત આઈ (માતા) કૃષ્ણાબાઈથી પતિ તરફ જોતાં બોલાઈ ગયું : …આપણે તો વિચારી રહ્યા હતા કે આને (ગિરીશ કર્નાડ) જન્મવા જ ન દઈએ.
પત્નીની વાત સાંભળીને પિતા રઘુનાથ બર્નાડ જરા ઓછપાઈ ગયા. તેમણે ધડ કરતાંક પત્નીને કહ્યું : ‘એ તે વિચારેલું, મેં નહીં… અને આવી વાતો કરવાનો હવે અર્થ શું છે?’
ડૉ. રઘુનાથ કર્નાડે (તેઓ શબ પરીક્ષ્ાણના એક્સપર્ટ હતા ) જાણે ચર્ચા પર પુર્ણવિરામ મુક્યું હોય તેમ ભોજનની થાળીમાં ધ્યાન પરોવી લીધું પણ આટલું સાંભળ્યા પછી ગિરીશ કર્નાડને તો જાણે કરન્ટ લાગ્યો હતો એટલે તેમણે આઈ (માતા) ને પુચ્છા કરીને વિગત જાણી. તેમને ખબર પડી કે તેઓ (ગિરીશ કર્નાડ) પેટમાં હતા ત્યારે તેમના માતા-પિતા ગર્ભ પડાવી નાખવા માટે છે પૂનાના ડૉ. મધુમાલતી ગુણેના નસિર્ંગ હોમમાં પહોંચી ગયાં હતાં, પણ…
ગિરીશ કર્નાડનો જન્મ થયો એ પહેલાં કર્નાડ દંપતીના ઘરે ભાલચં (એ કૃષ્ણાબાઈના પ્રથમ પતિનું સંતાન હતું. પ્રથમ પતિના અવસાન પછી ચાર-પાંચ વરસ બાદ તેમના બીજા વિવાહ ડૉ. રઘુનાથ કર્નાડ સાથે થયા હતા) ઉપરાંત વસંત, પુત્રી પ્રેમાના પારણાં બંધાઈ ચૂક્યાં હતાં. કૃષ્ણાબાઈ નહોતાં ઈચ્છતાં કે ચોથું સંતાન જન્મ લે (જો કે એ પછી તો પાંચમું સંતાન લીના પણ જન્મી ) એટલે તેઓ એબોર્શન કરાવવા માટે પતિ સાથે પૂના ગયાં હતાં. એ વખતે તેઓ મહારાષ્ટ્રના નાનકડાં નગરમાં રહેતાં હતાં એટલે…
પૂનાનાં ડૉ. મધુમાલતી ગુણેના નર્સિંગ હોમમાં પહોંચી ગયાં પણ એ દિવસે કલાક-દોઢ કલાકનું કહ્યા પછી ડૉક્ટર નર્સિંગ હોમમાં આવ્યાં જ નહીં તેથી પતિ-પત્ની પાછાં ઘરે આવી ગયાં હતાં. એ પછી શું થયું ? ગિરીશ કર્નાડે આઈને પૂછયું તો તેમનો જવાબ હતો: કાંઈ ન થયું. અમે ફરી ત્યાં ગયાં જ નહીં
– અને ગિરીશ કર્નાડનું અવતરણ થઈ ગયું. ગિરીશ કર્નાડ લખે છે: જો એ લેડી ડૉક્ટર સમયસર ક્લિનિક પર આવી ગયા હોત તો કદાચ, મારા (ગિરીશ કર્નાડના) આ સંસ્મરણો તમે વાંચતા ન હોત, કારણકે હું જ ન હોત… પરંતુ એ દિવસે સમયસર ન આવીને ડૉ. મધુમાલતી ગુણે (આડક્તરી રીતે) મને પૃથ્વી પર આવવા દેવામાં નિમિત્ત બન્યા એટલે મારા આ સંસ્મરણો હું તેમને અર્પણ કરું છું.’