Homeદેશ વિદેશકેએલ રાહુલને ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવતાં ટ્વિટર પર મીમ્સનું...

કેએલ રાહુલને ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવતાં ટ્વિટર પર મીમ્સનું પૂર

યુવા ઓપનિંગ બેટર શુભમન ગીલને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. ટીમ મેનેજમેન્ટે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ માટે આઉટ ઑફ ફોર્મ રહેલા બેટર કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. રાહુલે અત્યાર સુધીની ત્રણ ઇનિંગ્સમાં 20, 17 અને 1નો સ્કોર કર્યો હતો. તેના ઓછા રનને કારણે તેને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. રાહુલને ટીમમાંથી બાકાત રાખવાથી સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાઇરલ થયા હતા.
1) કે એલ રાહુલને પડતા મૂકાયા બાદ વેંકટેશ પ્રસાદની પ્રતિક્રિયા

2) શુભમન ગિલ અત્યાર સુધી માત્ર 15 બોલ રમ્યો છે અને તે આ શ્રેણીમાં કેએલ રાહુલના સર્વોચ્ચ સ્કોરથી આગળ નીકળી ગયો છે.

3) દરમિયાન કે એલ રાહુલ

4) શુભમન ગિલે ત્રીજી ટેસ્ટમાં કે એલ રાહુલનું સ્થાન લીધું

5) કેએલ રાહુલ ટીમમાંથી બહાર થયા પછીના દ્રશ્યો

ભારતની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કર્યા પછી, ભારતના કેપ્ટન રોહિતે રાહુલને બાકાત રાખવા પાછળનું કારણ જાહેર કર્યું ન હતું. ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે અને શમીની જગ્યાએ ઉમેશને લેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ પણ ટીમમાં બે ફેરફારો કર્યા છે, જેમાં પેસ-બોલિંગ દિગ્ગજ મિચેલ સ્ટાર્ક અને કેમેરોન ગ્રીનને પેટ કમિન્સ અને ડેવિડ વોર્નરની જગ્યાએ લાવવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular