કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી હર ઘર તિરંગા ઝુંબેશની વિપક્ષ દ્વારા આલોચના થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આ ઝુંબેશ અંગે ટિપ્પણી કરી હતી અને અને સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય ધ્વજ એ ખાલી ધ્વજ નથી, પરંતુ દેશને સ્વતંત્રતા અપાવવા તથા કોંગ્રેસ પાર્ટી સહિત ભારતીયોના સંઘર્ષ અને બલિદાનનું પ્રતિક છે. જોકે, ભાજપે તેનું રાજનીતિકરણ જ નહીં પરંતુ તેને હાઈજેક પણ કર્યું છે. કાશ્મીરમાં ભાજપે લોકોને ધ્વજ ખરીદવા અને ફરકાવવા માટે મજબૂત કરવા માટે તમામ પ્રકારના બળપ્રયોગ કરીને પોતાની પ્રતિષ્ઠાને હજુ ઓછી કરી છે.

Google search engine