આખરે અમદાવાદ પર મેઘરાજાની કૃપા વરસી: શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી

આપણું ગુજરાત

લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ અમદવાદ શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. શહેરમાં બપોરથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, એક કલાકમાં પોણો ઈંચ વરસાદ ખાબકતા અમદાવાદીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે. વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.

“>

રાજયભરમાં વરસાદી જામ્યો છે ત્યારે જાણે મેઘરાજા અમદાવાદથી રિસાયેલા હોય એમ માત્ર થોડા ઝાપટા જ પડ્યા હતા. જેને કારણે શહેરીજનો ગરમી અને બફારાથી પરેશાન થઇ ગયા હતા. ત્યારે આજે બપોરથી શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સુભાષબ્રિજ, વાડજ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, સરસપુર, બાપુનગર, રખિયાલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ આજે વરસાદ વરસ્યો છે. ખોખરા,હાટકેશ્વર,અમરાઈવાડી,ઈશનપુર,CTM,જશોદાનગર,મણિનગર, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ, રખિયાલ,નિકોલ,રામોલ,વટવા સહિતના વિસ્તારોમા વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે પાણી સાથે ગટરો ઉભરાઈ જતા ગંદા પાણીના રસ્તા પર ફરી વળ્યા છે.

“>

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ જામકંડોરણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. જે બાદ કપરાડામાં પોણા છ ઇંચ, ઉપલેટામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ટકાવારી ઓછી નોંધાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.