મેઘરાજાએ ખમૈયા કરતાં પહેલાં પાણીની ચિંતા દૂર કરી

આમચી મુંબઈ

૮૦ સ્થળાંતરિત પક્ષી અને પ્રાણીઓનો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા એક પખવાડિયા સુધી મુંબઈ સહિત રાજ્યમાં મુશળધાર વરસાદ રહ્યો છે. રાજ્યના અમુક જ્લ્લિામાં હજી પણ વરસાદ ચાલુ છે. જોકે મુંબઈમાં વરસાદે પોરો ખાધો છે. દિવસ દરમિયાન તડકો ઉઘડ્યો હતો. મુંબઈમાં ૩૦ જૂનથી વરસાદ પડવાનું ચાલુ થયું હતું. મુશળધાર વરસાદમાં મુંબઈને પાણી પૂરું પાડનારા સાત જળાશયોમાંના ત્રણ જળાશય છલકાઈ ગયા છે, જેમાં મુંબઈમાં આવેલું તુલસી તળાવ પણ શનિવારે છલકાઈ ગયું છે. જોકે હવે વરસાદે બે દિવસથી થોડો બ્રેક લીધો છે. છૂટાછવાયા વરસાદને બાદ કરતા દિવસ દરમિયાન તડકો ઉઘડ્યો હતો.
રવિવારે સવાલે ૨૪ કલાક દરમિયાન કોલાબામાં ૧૨.૮ મિ.મી. તો સાંતાક્રુઝમાં ૨૩.૩ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. તો રવિવારના સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં ૦.૪ મિલીમીટર તો સાંતાક્રુઝ વરસાદ નોંધાયો નહોતો.
મુંબઈમાં ગયા અઠવાડિયામાં પડેલા મુશળધાર વરસાદની અસર ફક્ત સામાન્ય માનવીઓને જ નહોતી થઈ પરંતુ વન્યજીવોને પણ તેની અસર થઈ હતી. આ સમયગાળામાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાં લગભગ ૮૦થી વધુ વિસ્થાપિત પક્ષીઓ અને પ્રાણીઓને તેની અસર થઈ હતી.
ફોરેસ્ટ ઑફિસરના જણાવ્યા મુજબ લગભગ ૮૮ પ્રાણી, પક્ષી અને સરિસૃપ જીવોને મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી ગયા અઠવાડિયામાં ભારે વરસાદ દરમિયાન બચાવી લેવામાં આવ્યા હતા. મોટાભાગના પ્રાણી અને પશુઓને ઉપનગરના વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ પશુ-પ્રાણીઓ માટે કામ કરતી બિનસામાજિક સંસ્થાએ બે વાઈલ્ડલાઈફ ઍમ્બ્યુલન્સ, છ રેસ્ક્યૂ સ્ટાફની મદદથી આ બચાવકામગીરી હાથ ધરી હતી. પૂર્વ ઉપનગરમાં વિક્રોલીમાંથી ગંભીર રીતે જખમી હાલતમાં એક શિયાળ મળી આવ્યો હતો. શિયાળ તદ્દન ડિહાઈડ્રેટેડ અને અનેક જખમ તથા તેના શરીર પર અનેક જગ્યાએ ફ્રેક્ચર સાથે મળી આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.