Homeઆમચી મુંબઈહાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનમાં મેગાબ્લોક અને વેસ્ટર્ન રેલવેમાં આજે જંબો બ્લોક

હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનમાં મેગાબ્લોક અને વેસ્ટર્ન રેલવેમાં આજે જંબો બ્લોક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં મેઈન લાઈન પર રવિવારે કોઈ મેગાબ્લોક રાખવામાં આવ્યો નથી. તો જાળવણીના કામ માટે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈન પર મેગાબ્લોક રાખવામાં આવ્યો છે, જ્યારે પશ્ર્ચિમ રેલવેમાં પણ ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે જંબો બ્લોક રહેશે.
ટ્રાન્સહાર્બર લાઈનમાં રવિવારે સવારના ૧૦.૩૫ વાગ્યાથી સાંજના ૪.૦૭ વાગ્યા સુધી થાણેથી વાશી/ નેરુલ/ પનવેલ માટે છૂટનારી બધી ડાઉન લાઈનની ટ્રેનો અને સવારના ૧૦.૨૫ વાગ્યાથી સાંજે ૪.૦૯ વાગ્યા સુધી વાશી/નેરુલ/પનવેલથી થાણે માટે છૂટનારી અપ લાઈનની ટ્રેનો રદ રહેશે.
હાર્બર લાઈનમાં સવારના ૧૧.૧૬ વાગ્યાથી સાંજે ૪.૪૭ વાગ્યા સુધી સીએસટી/વડાલા રોડથી વાશી-બેલાપુર/પનવેલ માટે છૂટનારી બધી ડાઉન હાર્બર ટ્રેનો અને સવાર ૧૦.૪૮ વાગ્યાથી સાંજે ૪.૪૩ વાગ્યા દરમિયાન સીએસટીથી બાંદ્રા/ગોરેગાંવ માટે છૂટનારી બધી ડાઉન હાર્બર ટ્રેનો રદ રહેશે.
સવારે ૯.૫૩ વાગ્યાથી બપોરે ૩.૨૦ વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી સીએસટી/વડાલા રોડ માટે છૂટનારી અપ હાર્બર ટ્રેનો અને સવારે ૧૦.૪૫ વાગ્યાથી સાંજે ૫.૧૩ વાગ્યા સુધી ગોરેગાંવ/બાંદરાથી સીએસટી માટે છૂટનારી અપ હાર્બર ટ્રેનો રદ રહેશે.
પશ્ર્ચિમ રેલવેમાં ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે પાંચ કલાકનો જંબો બ્લોક રહેશે. આ દરમિયાન અપ અને ડાઉન લાઈનની ફાસ્ટ ટ્રેનો ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સ્લો લાઈન પર દોડશે. આ મેગાબ્લોક સવારના ૧૦.૩૫ વાગ્યાથી ૩.૩૫ વાગ્યા સુધી રહેશે. બ્લોક દરમિયાન અમુક ટ્રેનો રદ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular