અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન: ચિરિપાલ ગ્રુપ પર દરોડા, એક સાથે 200 અધિકારીઓ તપાસમાં જોડાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદમાં ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણીતા ચિરિપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. એક સાથે 200 અધિકારીઓનો કાફલો આ મેગા સર્ચ-ઓપરેશનમાં જોડાયો છે. ચિરિપાલ ગ્રુપની બોપલ રોડ પર આવેલી હેડ ઓફિસ સાથે કંપનીના વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ સહિતના ભાગીદારોના ઘર અને અન્ય ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદઅ અને સુરતની અલગ અલગ કુલ 35થી 40 જગ્યા પર દરોડા પાડીને આવકવેરા વિભાગના ધિકારીઓએ તપાસ શરૂ કરી છે
જાણીતા વ્યવસાયિક ગ્રુપ પર દરોડા પડવાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારની રાતે અમદાવાદ અને સુરતમાં ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ અમદાવાદની આંબલી અને શિવરંજની સહિતની ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર તપાસ ચાલી રહી છે. આ ગ્રુપ ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. કુલ 200 જેટલા અધિકારીઓ વિશાળ કાફલો દરોડાની કામગીરી કરી રહ્યો છે.
શહેરમાં ચિરિપાલ સહિત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઈટીની તપાસ શરૂ થઈ છે. તપાસ બાદ મોટી નાણાકીય ઉચાપત મળે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પહેલા પણ ચિરિપાલ ગ્રુપ વિવાદમાં રહ્યું છે. ખેતી માટેનું યુરીયા ખાતર ગેરકાયદેસર રીતે ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં સપ્લાય થતું હોવાનું પકડાયેલા આરોપીઓ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.