Western railwayમાં આજે Power Block! મોડી રાતની ટ્રેન સેવાને થશે અસર લોઅર પરેલના ડિલાઈલ બ્રિજના કામકાજ માટે વિશેષ બ્લોક

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં લોઅર પરેલ ખાતેના ડિલાઈલ બ્રિજ સંબંધિત વિવિધ કામકાજ માટે આજે રાતના ચાર કલાકનો વિશેષ પાવર-ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, પરિણામે પશ્ર્ચિમ રેલવેની મોડી રાતની ટ્રેનસેવા પર અસર થશે, એમ પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.
લોઅર પરેલ સ્થિત ડિલાઈલ રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજ માટે આજે રાતના ૧.૧૦ વાગ્યાથી વહેલી સવાર (૧૬મી સપ્ટેમ્બર)ના ૫.૧૦ વાગ્યા સુધી ચાર કલાકનો બ્લોક લેવામાં આવશે, તેથી રાતના ૧૨.૩૧ વાગ્યાની ચર્ચગેટ-અંધેરી, એક વાગ્યાથી ચર્ચગેટ-બોરીવલી લોકલ તથા વહેલી સવારના ૪.૧૯ વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી લોકલ, ૪.૦૪ વાગ્યાની અંધેરી-ચર્ચગેટ લોકલ તથા વહેલી સવારના ૩.૫૦ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ તથા ૫.૩૧ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ રદ રહેશે, જ્યારે અમુક ટ્રેનોને ફાસ્ટ ટ્રેનના રૂપે દોડાવાશે. રાતના ૧૨.૩૦ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ સ્લો લોકલને અંધેરી, બાંદ્રા, દાદર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એડિશનલ ફાસ્ટ લોકલ, વિરાર-ચર્ચગેટ લોકલ વિરારથી રાતના ૧૨.૦૫ વાગ્યે ચર્ચગેટ રવાના કરાશે, જે બોરીવલી-અંધેરી-બાંદ્રા-દાદર-મુંબઈ સેન્ટ્રલની વચ્ચે એડિશનલ ફાસ્ટ લોકલના રૂપમાં દોડાવાશે. વહેલી સવારના ૪.૧૫ વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી સ્લો લોકલને ચર્ચગેટના બદલે દાદર તથા ૪.૨૮ વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી સ્લો લોકલ ૫.૦૮ વાગ્યે બાંદ્રાથી દોડાવવામાં આવશે. વહેલી સવારના ૩.૨૫ વાગ્યાની વિરાર-ચર્ચગેટ લોકલને પંદર મિનિટ મોડી ઉપાડવામાં આવશે, જ્યારે સવારના ૩.૪૦ વાગ્યાની નાલાસોપારા-બોરીવલી ટ્રેન મોડી ઉપાડવામાં આવશે. ભાયંદર-ચર્ચગેટ ફાસ્ટ લોકલ ભાયંદરથી ૪.૨૦ વાગ્યાના સુમારે ઉપાડાશે, જ્યારે સવારના ૩.૫૩ વાગ્યાની વિરાર-ચર્ચગેટ ફાસ્ટ લોકલને પણ અસર થશે. આ ઉપરાંત, સવારના ૪.૪૫ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ સ્લો લોકલ રદ રહેશે, પરંતુ આ ટ્રેનને મલાડથી એક્સ્ટ્રા ફાસ્ટ લોકલ તરીકે સવારના ૪.૪૫ વાગ્યે ચર્ચગેટ માટે રવાના કરવામાં આવશે. સવારના ૪.૦૪ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ સ્લો લોકલને દાદર સુધી ચલાવાશે, જ્યારે માટુંગા રોડ અને માહિમ સ્ટેશને હોલ્ટ આપવામાં આવશે નહીં. એ જ રીતે આ ટ્રેનને રિટર્નમાં દાદર-વિરાર ફાસ્ટ લોકલના માફક દોડાવાશે, જેથી આ ટ્રેન દાદર-ચર્ચગેટની વચ્ચે આંશિક રદ રહેશે, સવારની ૪.૧૪ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ બાંદ્રા સુધી દોડાવાશે, જે બાંદ્રા-બોરીવલી વચ્ચે સ્લો લોકલના માફક દોડાવાશે, જ્યારે આ બંને ટ્રેન બાંદ્રા-ચર્ચગેટની વચ્ચે આંશિક રીતે રદ રહેશે, એમ પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.