રવિવારે પણ લોકલ પ્રવાસ કરવાના છો? મેગાબ્લોકની વિગતો વાંચી લેજો, નહીં તો થશો હેરાન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

દર રવિવારે મેઈન્ટેનન્સ અને સિગ્નલિંગ જેવા વિવિધ કામો માટે રેલવે પ્રશાસન દ્વારા મેગા બ્લોક લેવામાં આવે છે ત્યારે આવતા રવિવારે પણ મેગા બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં થાણેથી કલ્યાણ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારે 10.40 વાગ્યાથી બપોરે 3.40 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવ્યો હોવાથી ફાસ્ટ ટ્રેનોને સ્લો ટ્રેક પર દોડાવવામાં આવશે.

હાર્બર લાઈનમાં સીએસએમટીથી ચુનાભટ્ટી વચ્ચે અપ અને ડાઉન લાઈનમાં સવારે 11.40 વાગ્યાથી બપોરે 4.40 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવ્યો છે, પરિણામે સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ, બાંદ્રા અને ગોરેગાવ માટે રવાના થતી ટ્રેનો રદ કરવામાં આવી છે. જોકે, પ્રવાસીઓ માટે વૈકલ્પિક સુવિધા તરીકે પનવેલ અને કુર્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

પશ્ચિમ રેલવેમાં પણ ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઈન માં સવારે 10.35થી બપોરે 3.35 દરમિયાન બ્લોક લેવામાં આવ્યો છે, જેને પગલે સ્લો ટ્રેક પર દોડતી ટ્રેનોને ફાસ્ટ ટ્રેક પર ડાઈવર્ટ કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.