Homeઆમચી મુંબઈમાઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા મુંબઈગરાને મળો નામ છે મિથીલ રાજુ

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા મુંબઈગરાને મળો નામ છે મિથીલ રાજુ

ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટનું પર્વતારોહણ શરૂ થઇ જાય. દુનિયાભરના પર્વતારોહકો વિશ્વના આ સૌથી ઊંચા શિખરને સર કરવા માટે થનગનવા માંડે.

આ વર્ષે પણ માઉન્ટ એવરેસ્ટનું આરોહણ શરૂ થઇ ગયું છે અને ચાર ભારતીયોએ એવરેસ્ટની ચોટી પર પહોંચીને ભારતનો તિરંગો લહેરાવી પણ દીધો છે. ગયા અઠવાડિયે પૃથ્વીના આ સર્વોચ્ચ સ્થાને પહોંચીને ત્રિરંગો લહેરાવનાર ચાર ભારતીય પર્વતારોહકોમાંથી બે મુંબઇગરા હતા. સૌથી નાની ઉંમરમાં એવરેસ્ટ સર કરનાર મિથીલ રાજ અને પાંખી હરીશ છેડા મુંબઇના છે.

મુંબઈનો સૌથી યુવા એવરેસ્ટર બનવા પર મિથિલે કહ્યું હતું કે “મારું એક સ્વપ્ન હતું જે હમણાં જ સાકાર થયું છે. આ વર્ષે માર્ચમાં ધોરણ XII ની પરીક્ષા આપનાર મિથિલ રાજુ ચેમ્બુરનો છે. 17 વર્ષ 8 મહિના અને 15 દિવસની ઉંમરે, મિથીલ એવરેસ્ટ જીતનાર સૌથી નાની ઉંમરનો મુંબઈવાસી છે. IIT MTech અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જોડાયેલી પાંખી હરીશ છેડા બોરીવલીની છે.

એવરેસ્ટ સર કર્યા બાદ મિથિલ અને પાંખી હાલમાં હિમડંખની સારવાર લઇ રહ્યા છે અને નેપાળની હૉસ્પિટલમાં છે. મિથિલ ચેમ્બુરની સેન્ટ ગ્રેગોરિયોસ હાઈસ્કૂલ અને ઘાટકોપરની સોમૈયા કોલેજનો વિદ્યાર્થી છે. તે ગ્રાફિક ડિઝાઇનર અને એનિમેશન કલાકાર છે. તેને નાનપણથી જ ટ્રેકિંગ, કેમ્પિંગ અને હાઇકિંગનો શોખ છે. મિથીલે અગાઉ સ્નો ટ્રેક, સહ્યાદ્રિસ અને 6,000 એર ટ્રેક ઉપરાંત એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો છે.

મિથીલને ભવિષ્યની યોજના વિશે પૂછવામાં આવતા તેણે જવાબ આપ્યો હતો કે હવે ભવિષ્યમાં થોડા સરળ શિખરો સર કરવાની યોજના છે. ”મારી પાસે હવે કેટલાક સરળ શિખરો સર કરવાની યોજના છે, કદાચ માઉન્ટ મકાલુ -પાંચમું સૌથી ઊંચું અને માઉન્ટ મનસ્લુ – વિશ્વનું આઠમું સૌથી ઊંચું શિખર હું સર કરવા માગુ છું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -