ઈન્ડિયન આર્મીમાં ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સનાં મહિલા અધિકારી કેપ્ટન શિવા ચૌહાનને દુનિયાની સૌથી ઊંચી યુદ્ધભૂમિમાં તહેનાત કરવામાં આવ્યા છે, જે મહિલા સશિક્તકરણનું સવોત્તમ ઉદાહરણ છે. કેપ્ટન શિવાને 15,632 ફૂટની ઊંચાઈ પર સિયાચીનની કુમાર પોસ્ટ પર ડ્યૂટી કરી રહ્યા છે. ભારતીય આર્મીની સૌથી ખતરનાક પોસ્ટ પર પહેલી વખત ભારતીય આર્મીએ મહિલા અધિકારીને તહેનાત કરી છે.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે ટવીટ કરીને લખ્યું છે કે કેપ્ટન શિવા ચૌહાન ફાયર એન્ડ ફ્યુરી સેપર્સ છે. તેમને કુમાર પોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે તથા તેઓ સૌથી પહેલા ભારતીય મહિલા છે. કુમાર પોસ્ટ પણ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલી યુદ્ધભૂમિ પૈકીની એક છે. તેમને તહેનાત કરવામાં આવ્યા પૂર્વે આકરી તાલીમ પણ પૂરી કરી છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સનું હેડ ક્વાર્ટર લેહમાં છે, જે આર્મીના નોર્ધન કમાન્ડમાં આવે છે. તેમને ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની સરહદ પર કરવામાં આવે છે તેની સાથે સિયાચીન ગ્લેશિયરનું પણ રક્ષણ કરે છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ સત્તાવાર રીતે 14મા કોર્પ્સ કહેવાય છે. હાલમાં સિયાચીનમાં દિવસનું તાપમાન માઈનસ 21 ડિગ્રી હોય છે, જ્યારે રાતનું ટેમ્પરેચર માઈનસ 32 ડિગ્રીએ પહોંચે છે, ત્યારે અહીં ફરજ બજાવનારા વિર સપૂતોને હજારો સલામ.
સિયાચીનમાં પ્રથમ ભારતીય મહિલા તૈનાત કેપ્ટન 'શિવા ચૌહાણ'#Braking #Siachen #siachenglacier #Indian #IndianArmyPeoplesArmy #ARMY #armylife #news #newsupdate #indianarmy #women #womenpower #armygirl pic.twitter.com/QtkaztPw9v
— Mumbai Samachar Official (@Msamachar4u) January 4, 2023
સિયાચીનની સુરક્ષા કરે છે ત્રણ હજાર જવાન
સિયાચીનને 1984માં મિલિટ્રી બેઝ કેમ્પ બનાવવામાં આવ્યો હતો, ત્યારથી 2015 સુધીમાં ભારતના 873 સૈનિક ખરાબ હવામાનને કારણે શહીદી વહોરી છે. સિયાચીન ગ્લેશિયર પર લગભગ ત્રણ હજાર જવાનને હંમેશાં તહેનાત રાખવામાં આવે છે, જ્યારે આ જવાનોની સુરક્ષા કરવાનું જરુરી છે. ભારત સરકારે સિયાચીન પર ફરજ બજાવનારા જવાનો પર રોજના પાંચ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવે છે, જેમાં સૈનિકોના વરદી, જૂતા અને સ્લીપિંગ બેગ્સનો સમાવેશ થાય છે. સિયાચીન ગ્લેશિયર પર મોટા ભાગે ઝીરોથી નીચે ટેમ્પરેચર રહે છે. એક અનુમાન અનુસાર ભારત અને પાકિસ્તાનના સાથે મળીને આશરે 2500 જવાન સીમાસુરક્ષા કાજે શહીદી વહોરી છે. 2012માં પાકિસ્તાનના બેસ કેમ્પમાં ભૂસ્ખલનને કારણે 124 સૈનિક અને 11 નાગરિકના મોત થયા હતા.