ઉત્તર પ્રદેશના મેરઠમાં માતા-પિતાએ જ તેની દીકરીની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માગિચી અનુસાર મેરઠના દંપતીએ તેની દીકરીનું માથું કાપીને ધડથી અલગ કરી નાંખ્યું હતું. છ દિવસ પહેલા પોલીસને યુવતીનું ધડ મળી આવતાં પોલીસ આ કેસના કોકડાને ઉકેલવાની કોશિશ કરી રહી હતી, જે ઉકેલાઈ ગઈ છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર દીકરીના લવ અફેરથી નારાજ પિતા શાહિદે પૂરી પ્લાનિંગ સાથે તેનું મર્ડર કર્યું હતું અને તે બાદ તમામ પૂરાવાને નષ્ટ કરવાની કોશિશ કરતો હતો. જોકે, બુધવારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ હત્યાકાંડમાં આરોપીની પત્ની એટલે કે મૃતક યુવતીની માએ પણ સાથ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે દીકરીની હત્યા કરતી વખતે પિતાના હાથ ધ્રુજ્યા નહોતા.

મેરઠના લિસાડીગેટના નિવાસી શાહિદે તેની દીકરીની હત્યા કરવા માટે એવો દિવસ પસંદ કર્યો હતો ત્યારે ઘરે કોઈ નહોતું. શાહિદે તેની દીકરી સોનિયાનું ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી અને પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે મૃતદેહમાંથી લોહી વહેવાનું બંધ થયું ત્યારે તેણે દીકરીના ધડને પ્લાટિકની મોટી થેલીમાં બાંધીને સાઈકલ પર થી કબ્રિસ્તાનના રસ્તે ફેંકી દીધું અને માથું એક થેલામાં નાંખીને માધવપુરમના નાળામાં ફેંકી દીધું હતું.

Google search engine