Homeઆમચી મુંબઈમુંબઈમાં ઓરીએ મચાવ્યો હાહાકાર, 164 દર્દીઓ મળ્યા બાદ આરોગ્ય એજન્સીઓ હાઇ એલર્ટ...

મુંબઈમાં ઓરીએ મચાવ્યો હાહાકાર, 164 દર્દીઓ મળ્યા બાદ આરોગ્ય એજન્સીઓ હાઇ એલર્ટ પર

મુખ્ય પ્રધાન શિંદેએ તાત્કાલિક બેઠક બોલાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધી રહેલા ઓરીના કેસોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચિંતા વધારી દીધી છે. આ વર્ષે સપ્ટેમ્બર બાદ ઓરીના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં છેલ્લા બે વર્ષથી ઓરીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મુંબઈમાં ઓરીનો ચેપ બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ ગોવંડી પૂર્વ અને પશ્ચિમ, ભાયખલા, કુર્લા, વડાલા અને ધારાવી જેવા વિસ્તારો ‘હાઈ રિસ્ક’ પર હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે. આ દરમિયાન મુંબઈમાં બુધવાર સુધીમાં ઓરીના ૧૬૪ કેસ નોંધાયા હતા.
મુંબઈના એમ-પૂર્વ, ઈ, એફ-ઉત્તર, જી-દક્ષિણ, એલ, એમ-પશ્ચિમ, પી-ઉત્તર અને એચ-પૂર્વ આ વોર્ડ હાઈ રિસ્ક પર છે. આ આઠેય વોર્ડમાં બાળકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હોઈ તેમાંના ૨૦,૦૦૦ બાળકોને ઓરી પ્રતિબંધાત્મક પહેલી અથવા બીજી વૅક્સિન લીધી ન હોવાથી ઓરીના કેસ વધવાનું જોખમ ઊભું થયું છે. તેથી શંકાસ્પદ દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે. અનેક વોર્ડમાં પાલિકા દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યા છે.
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ બુધવાર સુધી મુંબઈમાં અત્યાર સુધી ઓરીના ૧૬૪ કેસ નોંધાયા છે. તો ૧૦૭૯ શંકાસ્પદ કેસ છે. ગયા વર્ષે જ સમયે ફક્ત ઓરીના ૮ કેસ નોંધાયા હતા.
ઓરીના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગોવંડી શતાબ્દી હૉસ્પિટલમાં ૧૦ બેડ્સના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, ભારતરત્ન આંબેડેકર હૉસ્પિટલ કાંદીવલીમાં બે, રાજાવાડીમાં પાંચ અને કસ્તુરબામાં ૮૩ દર્દીઓને દાખલ કરવા માટે વ્યવસ્તા કરવામાં આવી છે. કસ્તુરબા હૉસ્પિટલમાં પાંચ વેન્ટિલેટર સાથેના પલંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમિયાનમાં મુંબઈમાં ઓરીના ચેપની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે ​​આરોગ્ય વિભાગના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી છે.

 

RELATED ARTICLES

Most Popular