આત્મહત્યા કે હત્યાની ઘટનામાં આજકાલ યુવાનોની સોશિયલ મીડિયા પરની એક્ટિવિટી ધ્યાનમાં લેવામાં આવતી હોય છે, અમદાવામાં અટલ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર પરિતોષ મોદી નામના યુવકે પોતાના ઈન્ટાગ્રામ હેન્ડલ પર સ્તંત્રતા વિશે પોસ્ટ લખી છે અને તેવી ઈમેજ મૂકી છે ત્યારે પરિવાર-મિત્રો સહિત સૌ કોઈ વિચારી રહ્યા છે કે તેને કોનાથી અને કયાંથી સ્વતંત્રતા જોઈતી હતી.
અમદાવાદના અટલબ્રિજ પરથી પારિતોષ મોદી નામના યુવકે નદીમાં કૂદી આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં પોલીસકાફલો અને ફાયરના જવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. જોકે 2 કલાકની લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહની બહાર કાઢ્યો હતો.
એનએચએલ મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં એનબીબીએસમાં અભ્યાસ કરતા પારિતોષ મોદીએ અટલબ્રિજ પરથી સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. રાતના સમયે પારિતોષે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવતાં ફાયરની ટીમે 2 કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પારિતોષ મોદીએ સોશિયલ મીડિયામાં ફ્રીડમની પોસ્ટ મૂકીને 8 કલાક બાદ સાબરમતી નદી પર બનાવેલા અટલ ઓવર બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. . જોકે કોનાથી અને ક્યાંથી સ્વતંત્રતા મેળવવા માગતો હતો એ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પારિતોષના આપઘાતથી પરિવાર અને તેના મિત્રો પણ આઘાતમાં છે. હાલ સમગ્ર મામલે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સાથે બ્રિજ પર સિક્યોરિટી અને બાઉન્સર હોવા છતાં આ યુવક બ્રિજ પર લગાવેલી ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો અને ત્યાંથી નદીમાં છલાંગ લગાવે એ પહેલાં તેને કોઈ કેમ બચાવી શક્યું નહીં એને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.