નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં મેયરપદ માટે થનારી ચૂંટણી બીજેપી અને આમઆદમી પાર્ટીના કાઉન્સિલર વચ્ચે થયેલી ધમાચકડીને પગલે આજે સ્થગિત કરી દેવામાં આવી છે.
મેયરપદ માટે આજે સવારે 11 વાગ્યાથી મતદાન થવાનું હતું, પરંતુ એ પહેલાં જ આમઆદમી પાર્ટીના કાઉન્સિલરોએ ધમાલ કરી હતી. આ ધમાલ એટલી બધી વધી ગઈ કે ભાજપ અને આમઆદમી પાર્ટીના કાઉન્સિલર વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ. બંને પક્ષના લોકોએ એકબીજાને ધક્કે ચડાવ્યા, ખુરશીઓ ઉછાળી હતી. આ બધી ધમાચકડીને ધ્યાનમાં લેતા આજે આખા દિવસ માટે સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવતા મેયરપદની ચૂંટણી પણ સ્થગિત થઈ ગઈ હતી. આપે આ મુદ્દે કોર્ટમાં જવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
આમઆદમી પાર્ટી પાસે બહુમત હોવાની જાણ હોવા છતાં ભાજપે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે. ભાજપે રેખા ગુપ્તાને તો આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને ઉમેદવારી આપી છે. કોંગ્રેસે પોતાને આ ચૂંટણીમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે.