મુંબઈના માટુંગા વિસ્તારમાં આવેલી પાલિકા દ્વારા સંચાલિત સ્કૂલમાં 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપ થયો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આઠમા ધોરણમાં ભણતી સગીરા સાથે બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે સગીરાના ક્લાસમેટ્સએ જ આ હિંચકારું કૃત્ય કર્યું હતું. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને બંનેને અરેસ્ટ કર્યા છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર આ ઘટના સોમવારે બની હતી અને પોલીસે શુક્રવારે તેની જાણકારી આપી હતી.
આ પ્રકરણે પોલીસે જણાવ્યું હતું કે જ્યારે ક્લાસના બાળકો ડાન્સ પ્રેક્ટિસ માટે ક્લાસથી બહાર ગયા હતાં ત્યારે એકાંતનો ફાયદો ઉઠાવીને બંને આરોપીએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. ઘરે જઈને પીડિતાએ પરિજનોને જણાવ્યું હતું, જે બાદ મામલો માટુંગા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
Shocking! મુંબઈના આ વિસ્તારમાં ક્લાસમેટ્સની જ હવસનો શિકાર બની સગીરા
RELATED ARTICLES