લગ્ન માટેની આવી જાહેરાત ક્યાંય નહીં જોઈ હોય, વાંચશો તો તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો

દેશ વિદેશ

ભારતમાં માતા-પિતા તેમના પુત્ર-પુત્રીના લગ્ન માટે સારો પાર્ટનર શોધે છે અને આ કામમાં ઘણી વાર સંબંધીઓ પણ મદદ કરે છે. આજકાલ લગ્ન માટે વિવિધ મેટ્રિમોનિયલ સાઈટ બની છે, જેમાંથી ઈચ્છુક કન્યા અને યુવકો પોતાનો પાર્ટનર સહેલાઈથી શોધી શકે છે. આ સિવાય ઘણા લોકો અખબારમાં એડ આપે છે. સોશિયલ મીડિયા પર આવી જ એક એડ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો ખૂબ જ મજા લઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સમીર અરોરા નામના એક યુઝરે મેટ્રિમોનિયલ એડનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવતી સુંદર છોકરી જેણે એમબીએ કર્યું છે તે પોતાનો વર શોધી રહી છે. જે આઈપીએસ, આઈએએસ, ડોક્ટર અથવા બિઝનેસમેન હોવો જોઈએ. સોફ્ટવેર એન્જિયર્સને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ કોલ ન કરે. યુવતીને સોફ્ટવેર એન્જિનિયર દુલ્હો નથી જોઈતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.