20 રૂપયે કી કિંમત તુમ ક્યા જાનો! 20 રૂપિયા માટે રેલવે સામે 22 વર્ષ સુધી લડી કાયદાકીય લડાઈ, હવે કોર્ટે આપ્યો રસપ્રદ ચુકાદો

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક વકીલે 20 રૂપિયા માટે રેલવે સામે 22 વર્ષ સુધી કાયદાકીય લડાઈ કરીને જીત હાંસલ કરી છે. હવે રેલવેને એક મહિનામાં તેમને પ્રતિવર્ષ પ્રમાણે 20 રૂપિયા અને 12 ટકા વાર્ષિક વ્યાજ પ્રમાણે પૂરી રકમ ચૂકવવી પડશે. આર્થિક અને માનસિક પીડા તથા વાદ વિવાદ માટે સમયના વ્યય રૂપે 15,000 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.
મથુરાના હોલીગેટ ક્ષેત્રના રહેવાસી અને વકીલ તુંગનાથ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 25 ડિસેમ્બર 1999માં એક સહયોગી સાથે મુરાદાબાદ જવા ટિકિટ લીધી હતી, તે વખતે 35 રૂપિયાની ટિકિટ હતી. ટિકિટબારીમાં ઉપસ્થિત વ્યક્તિને 100 રૂપિયા આપ્યા તેણે બે ટિકિટના 70 રૂપિયા થાય પરંતુ તેણે 90 રૂપિયા લીધા. આ ઘટના બન્યા બાદ મેં કન્યુમર ફોરમમાં ફરિયાદ કરી અને પાંચ ઓગસ્ટે આ કેસમાં મને જીત મળી.
કોર્ટે જણાવ્યું છે કે 30 દિવસમાં ફરિયાદીને નિશ્ચિત કરવામાં આવેલી રકમ ન આપી તો 12ની જગ્યાએ 15 ટકા વ્યાજ લાગશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.