Homeસ્પોર્ટસIND vs NZ: વરસાદને કારણે મેચ ટાઈ

IND vs NZ: વરસાદને કારણે મેચ ટાઈ

 

ન્યૂ ઝીલેન્ડ સામે ભારતે 1-0થી સિરીઝ જીતી

નેપિયરઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની ટવેન્ટી-ટવેન્ટી મેચ આજે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેમાં ડકવર્થ લુઈસ (ડીએલએસ) નિયમ અનુસાર ટાઈ જાહેર કરવામાં આવી હતી. ન્યૂ ઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 160 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં ભારતે ચાર વિકેટે 75 રન બનાવ્યા હતા. વરસાદ પછી ડીએલએસ અંતર્ગત નવ ઓવરમાં 75 રન હતા, જ્યારે તેના જવાબમાં ભારતે રન બનાવી લીધા હતા. આ સંજોગોમાં અમ્પાયરે મેચને ટાઈ જાહેર કરી હતી. ભારત ત્રણ મેચની ટવેન્ટી-ટવેન્ટી સિરીઝને 1-0થી પોતાના અંકે કરી હતી.

 

વરસાદે મેચને ધોઈ નાખી

એક તબક્કે ભારતે નવ ઓવરમાં ભારતે ચાર વિકેટે 75 રન બનાવ્યા હતા. ભારતને આ સંજોગોમાં 66 બોલમાં 86 રનની જરુર હતી. જોકે, દીપક હુડ્ડાએ નવ રન અને હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. જોકે, વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવ્યા પછી ડકવર્થ લુઈસ નિયમ અનુસાર નવ ઓવર પછી 75 રન જ હતા, જે ભારતે બનાવી લીધા હતા. જોકે, ભારતે જો 76 રન બનાવ્યા હોત તો મેચ ભારત જીતી ગયું હોત, પરંતુ એમ થયું નહોતું. પહેલા દાવમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 160 રને ઓલઆઉટ થઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂ ઝીલેન્ડે ભારત સામે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ન્યૂઝીલેન્ડ વતીથી ડેવોન કોનવેએ 59 અને ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને 4-4 વિકેટ લીધી હતી.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ પણ વરસાદને કારણે રદ્દ કરાઈ હતી. ભારતીય ટીમે બીજી મેચ 65 રનથી રને જીતી હતી, તેથી આજની મેચને ટાઈ જાહેર કરવામાં આવતા ન્યૂ ઝીલેન્ડ સામે ભારતે 1-0થી સિરીઝ પોતાના નામે અંકે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular