ભુજ: આ વર્ષે રાજ્યમાં જામેલી ઠંડી અને ઈશુના નવા વર્ષની ઉજવણી માટે દેશ-વિદેશના પ્રવાસીઓના આગમનથી કચ્છનાં પ્રવાસન સ્થળો ‘હાઉસ ફૂલ’ થઇ ગયા હતા. નાતાલ પર્વના મિનિ વેકેશન દરમિયાન કોરોના મહામારી ફેલાવાના ખતરા વચ્ચે મોટી સંખ્યામાં આવી પહોંચેલા દેશ-વિદેશના પ્રવાસીઓ ભુજના દરબારગઢ સ્થિત આયના મહેલ, પ્રાગમહેલ, શરદબાગ, સ્મૃતિવન જેવાં સ્થળો, ભુજોડી ક્રાફટ પાર્ક, માતાનો મઢ, કાળો ડુંગર, ભારત પાકિસ્તાન સરહદથી નજીક આવેલો ઇન્ડિયા બ્રિજ, માંડવી બીચ, અંજારની જેસલ તોરલ સમાધિ, કોટેશ્ર્વર, ધોળાવીરા, રણોત્સવ સહિતના પ્રવાસન સ્થળની મુલાકાત લઇ રહ્યા છે, સાથો સાથ કચ્છી હસ્તકળાની વસ્તુઓની ભાતીગળ બજારોમાંથી હોંશે હોંશે ખરીદી કરી રહ્યા જેના કારણે સ્થાનિક રોજગારી અને કારીગરીને પણ વેગ મળી રહ્યો છે.
પ્રવાસીઓના વધી રહેલા ધસારાને પગલે હોટલથી લઇ તમામ રહેવાનાં સ્થળો અત્યારે હાઉસફુલ છે. સહેલાણીઓ ઈશુના અંગ્રેજી વર્ષ ૨૦૨૨ છેલ્લાં સૂર્યોદય અને સૂર્યાસ્તને કડકડતી ઠંડી વચ્ચે કચ્છના રણમાંથી નિહાળી રોમાંચિત થયા હતા. કોરોના વાઇરસની સંભવિત ચોથી લહેરની દસ્તક વચ્ચે મોટાભાગનાં સ્થળો પર વાહનોનો કાફલો અને ભીડ દેખાઈ રહી છે.
કચ્છમાં પ્રવાસીઓનું મોટા પાયે આગમન
RELATED ARTICLES