Homeટોપ ન્યૂઝહૈદરાબાદમાં બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભિષણ આગ, 6 લોકોના મોત

હૈદરાબાદમાં બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભિષણ આગ, 6 લોકોના મોત

તેલંગાણાની રાજધાની હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં એક બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગુરુવારે સાંજે ભિષણ આગ લાગી હતી. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ફાયર વિભાગના અધિકારીએ આપેલી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગના જવાનો ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી અને લોકોને બિલ્ડીગમાંથી બહાર કાઢ્યા હતા.

“>

બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે કેટલાક લોકો ફસાયા હતા. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગના ડરથી તેઓ બાથરૂમમાં છુપાઈ ગયા હતા. આગ પર કાબુ મેળવ્યા બાદ બાદ રેસ્ક્યુ ટીમને 6 લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાને કારણે થયું હોવાનું જણાવ્યું હતું. આ સાથે બાકીના ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ આ બહુમાળી બિલ્ડીંગમાં સાંજે 7.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, બિલ્ડીંગ અનેક કોર્પોરેટ ઓફિસો છે. આગ પર કાબૂ મેળવવા માટે 14 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભગના અધિકારીએ જણાવ્યું કે, મધરાત સુધી ઈમારતમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો અને તેના કારણે આગને કાબૂમાં લેવાનું ઘણું મુશ્કેલ બની ગયું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ બચાવકર્મીઓએ અંદર ફસાયેલા લોકોની શોધ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular