કાનપુરમાં એક મોટો અકસ્માત થયો છે. રેડીમેડ ગારમેન્ટ માર્કેટના ચાર કોમ્પ્લેક્સમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. અહીં હાજર 300 થી વધુ લોકો આગની લપેટમાં છે. દ્રશ્યો જોઈને રુંવાડા ઊભાં થઇ જાય છે. આગના કારણે અનેક ફૂટ ઉંચી જ્વાળાઓ દેખાઈ રહી છે. પ્રશાસન, પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે. સમગ્ર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી છે.
યુપીના સૌથી મોટા હોઝિયરી માર્કેટના ચાર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે. લોકોના જણાવ્યા અનુસાર દુકાનોમાં સવારે 3 વાગ્યે આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુ સાર, સૌથી પહેલા માર્કેટના એઆર માર્કેટમાં આગ લાગી હતી. લોકો કંઈ પણ કરે ત્યાં સુધીમાં નજીકના મસૂદ કોમ્પ્લેક્સમાં પણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં બીજા નંબરનું મસૂદ કોમ્પ્લેક્સ પણ આગની લપેટમાં આવી ગયું હતું અને આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારબાદ આ જ્વાળાઓએ હમરાજ કોમ્પ્લેક્સમાં હાજર દુકાનોને લપેટમાં લીધી હતી. ત્યારથી આગ સતત ભભૂકી રહી છે.
#WATCH | UP: Massive fire broke out during the early hours today in AR Tower in Basmandi area in Kanpur. 15-16 fire tenders on the spot to douse the fire. Dousing operation underway for 6 hours. It will take 3-4 hours more to control the fire: Joint CP, Kanpur pic.twitter.com/Ud0uG5uuei
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 31, 2023
હોઝિયરી માર્કેટમાં આગ લાગવાના સમાચાર મળતા જ વેપારી મંડળના પ્રમુખ ગુરવિંદર સિંહ છાબરા પોતાના લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે કાનપુર પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. સમગ્ર જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમો ઉપરાંત નજીકના જિલ્લાઓની ફાયર બ્રિગેડની ટીમોને પણ બોલાવવામાં આવી છે. જણાવવામાં આવ્યું હતું કે આગને કારણે લગભગ 300 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. પરંતુ હજી સુધી આગ કાબૂમાં આવી શકી નથી.