મુંબઈ: દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં શનિવારે સાંજે આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જામા મસ્જિદ પાસેની અબ્દુલ રહેમાન સ્ટ્રીટ અને ઝંઝીકર સ્ટ્રીટના જંકશન પર સ્થિત ઈમારતની ભોંયતળિયાના એક દુકાનમાં સાંજે ૮-૧૩ કલાકે આગ ફાટી નીકળી હતી, જે આસપાસની સાતથી આઠ દુકાનમાં ફેલાઈ હતી.
ફાયર બ્રિગેડ ખાતાના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે રાતે આગ લાગી હોવાની માહિતી મળ્યા બાદ એક મોટી હોઝ લાઈન, એક હાઈ પ્રેશર લાઈન, ચાર મોટર પંપ, ચાર ફાયર એન્જિન, ત્રણ જેટી, એક એડબ્લ્યુટીટી, એક ક્વિક રિસ્પોન્સ ટીમ, એમ્બ્યુલન્સ વગેરે ઘટનાસ્થળે ધસી ગયા હતા. આગમાં કોઈપણ જાતની જાનહાની થઈ હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું નથી. ઉ
મુંબઈમાં અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પરની દુકાનોમાં ભીષણ આગ
RELATED ARTICLES