(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ર્ચિમ)માં માજિવાડા ગામમાં એક ઑટો ગૅરેજમાં સોમવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આગમાં ગૅરેજ બળીને ખાખ થઈ ગયું હતું. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
થાણેના માજિવાડા ગામમાં સચિનમ સોસાયટી પાછળ કિશોરી કંપની પાસે ૨,૦૦૦ સ્કવેર ફૂટના ઍરિયામાં આવેલા ઑટો ગૅરેજમાં વહેલી સવારના પાંચ વાગે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે બાળકૂમ ફાયરબ્રિગેડે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ગૅરેજમાં મોટા પ્રમાણમાં વાહનોના જૂના સામાન, ગ્રીસ, વાહનના સ્પેર ર્પાટ વગેરે હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં ગૅરેજમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
થાણેમાં ઑટો ગૅરેજમાં ભીષણ આગ
RELATED ARTICLES