નાસિક જિલ્લાના ઇગતપુરી તહસીલના મુંડેગાંવ ગામમાં સ્થિત એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચાર છે. ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ કેટલાય કામદારો અંદર ફસાયા હોવાની આશંકા છે. આ વિસ્તારના રહેવાસીઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો અને તેમને ફેક્ટરી સાઇટ પરથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નાસિકના મુંડેગાંવ ગામની ફેક્ટરીમાં સવારે 11 વાગ્યે બોઈલર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
“11 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ફસાયેલા છે,” ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
મહારાષ્ટ્રના નાસિક પાસે ફેક્ટરીમાં ભીષણ આગ
RELATED ARTICLES